________________
૪૧૦
ચાલી રહી હતી; દેશદેશનાં વર્તમાનપત્રોમાં પણ એ જ મત જાહેર કરવામાં આવતું હતું. જેમ દરિયામાં છુપાઈ રહેલ વડાવળ કોઈ વખતે પણ બહાર પ્રકાણ્યા વગર રહેતો નથી, જેમ શાંત દેખાતો જ્વાળામુખી પર્વત કોઈક વાર ફાટી નીકળ્યા વગર રહેતો નથી, જેમ રાખમાં છૂપાઈ રહેલા અગ્નિ કોઈક વાર દાવાનળરૂપે ફેલાયા વગર રહેતો નથી, તેમ યુરોપનાં રાજ્યોની આ પરસ્પર હરીફાઈને છૂપો અગ્નિ કેઈક વાર ભયાનક દાવાનળરૂપે પ્રકટયા વગર નહિ રહે એમ બધા વિચારવંત માણસો સારી રીતે સમજતા હતા. ઘાસની ગંજીઓને સળગતાં કેટલી વાર લાગે છે ? તેને માત્ર એક તણખાની જ જરૂર હોય છે. ઈ. સ. ૧૯૧૪ના જુનની ૨૮મી તારીખે બોઝનિઆના મુખ્ય શહેર સેરાજે (Serajevo) મુકામે સર્વિઆના એક માણસને હાથે ઑસ્ટ્રિઆના પાટવી કુંવર (Archduke) કાંસિસ ફર્ડિનાન્ડ ને તેની સ્ત્રીનાં ખૂન થયાં. ઑસ્ટ્રિઆએ ખૂનની જવાબદારી ખૂન કરનાર ઉપર જ નહિ મૂકતાં સવિંઆની સરકારના શિર ઉપર નાખી. સર્વિઆને રશિઆની મદદ હતી, તે સ્ટ્રિઆને જર્મનની મદદ હતી. સ્ટ્રિઆના વયોવૃદ્ધ શહેનશાહે સર્વિઆના રાજા પાસેથી કેટલીએક સમજુતીઓ ને નવા હક માગ્યા. સર્વિઆએ ના પાડી. ઑસ્ટ્રિઆએ સરહદ ઉપર લશ્કરે મોકલ્યાં. રશિઆએ સર્વિઆને મદદ આપવા વચન આપ્યું. જર્મનિ સ્ટ્રિઆના પડખામાં રહ્યું. રશિઆને કાસે મદદ કરી. જર્મનિએ પિતાનાં લશ્કરો બેલિજઅમની અંદર થઈ પરિસ ઉપર રવાના કર્યા. બેકિજામની સ્વતંત્રતા જાળવી રાખવાનું આ રાજ્યોએ કબૂલ કર્યું હતું. રાજકારણ ખાતર વચનને ભંગ થયે. બેજિઅમમાં જર્મન લશ્કરે દાખલ થાય તે ઈગ્લેંડને કેમ પરવડે ? અંગ્રેજ સરકારે વાંધો ઉઠાવ્યો. જર્મનિએ વાંધાને ઈનકાર કર્યો એટલે ઈંગ્લડ પણ લડાઈમાં ઉતર્યું, ઓગસ્ટ, ઈ. સ. ૧૮૧૪. ઈટલિ થડા વખત માટે અલગ રહ્યું; પણ આગલા કરારને ભંગ કરી તેની સરકાર મિત્રરાજ્યો સાથે ભળી, મે, ઈ. સ. ૧૮૧૫. તુકએ જર્મનિ સાથે ઝંપલાવ્યું. બબ્બેરિઆ જર્મનિ સાથે મળ્યું. ત્યાર પછી તે ઘણુંખરાં રાજ્ય મિત્રરાજ્યોના પક્ષમાં મળી ગયાં, જેમકે, રૂમૅનિઆ, મૉન્ટિનિ, ગ્રીસ, પર્ટુગલ, અમેરિકાનાં સંસ્થાન,