________________
૪૦૯
ઈંગ્લેંડથી છૂટા થવું હતું તે કેસમેંટ, પીઅર્સ, ૬ વાલેરા ને કૉનેાલ તેમના આગેવાના હતા. લિબરલોએ ઇ. સ. ૧૯૧૪માં લડાઈ અગાઉ આયર્લેંડને હામરૂલ ”–સામ્રાજ્યમાં સ્વરાજ્ય આપવાની હિંમત કરી; પણ લડાઈ જાહેર થવાથી તમામ વસ્તુસ્થિતિ કરી ગઈ. અલ્સ્ટરના આગેવાન સર એડવર્ડ કારસન આ બંને પક્ષથી વિરુદ્ધ હતા ને તે યુનિઅનિસ્ટાના મુખી હતા.
66
કામદાર વર્ગ (Labour) ને સ્રીએ.—સ્ત્રીએ દરેક રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં હવે ભાગ લેતી થઈ. સ્ત્રીએ પાર્લમેંટમાં પણ બેસી શકે તે તેમને ચુંટણીને પણ અધિકાર મળવો જોઈ એ એ પ્રવૃત્તિ દેશમાં ફેલાઈ. મિસિસ બેંકહર્સ્ટ (Pankhurst) નામની સ્ત્રી આ વર્ગની મુખી હતી ને તેનું મંડળ બારીના કાચ તોડી ને એવાં કાને કરી પ્રજાને ને કારભારીઓને સતાવતું. કામદાર વર્ગ હવે વધારે વગવાળા થયા. પાર્લમેંટમાં તેમના પ્રતિનિધિઓની સંખ્યા દર ચુંટણી વખતે વધ્યે જતી હતી. રાજ્યતંત્ર પેાતાના હાથમાં લેવું એ લેબર પક્ષના મુખ્ય મુદ્દો હતા.
મહાયુદ્ધ, ઇ. સ. ૧૯૧૪-૧૯,—વિએનાની સુલેહ પછી હંગર, પાલંડ વગેરે દેશા પેાતાની ગુમાવેલી સ્વતંત્રતા પાછી મેળવવા ઇચ્છતા હતા. ઓગણીસમી સદીમાં ચારેય ખંડેામાં રાષ્ટ્રીય ભાવનાના પવન ફુંકાતા હતા ને તેમાં તુર્કી જેવા નબળા દેશનું સામ્રાજ્ય વીંખાઇ ગયું હતું. ઇ. સ. ૧૮૭૬ની હાર પછી ક્રાંસ જર્મનિ ઉપર વેર લેવા તનમનાટ કરી રહ્યું હતું. જર્મનિને પેાતાની વધતી જતી પ્રજાના વસવાટ માટે તે વધતા જતા વેપારરાજગારનાં નવાં બજારા માટે સંસ્થાને ને નવા લાભા જોઈતા હતા. રશિઆને તુર્કી, ઈરાન તે અફધાનિસ્તાનનાં જુનાં રાજ્ગ્યા ઉપર સત્તા જોઇતી હતી. યુરેાપનાં બધાં રાજ્યામાં મેટાં મેટાં કારખાનાંઓમાં દારૂગોળા તૈયાર થતા હતા. ધણી યુનિવર્સિટિના પ્રોફેસરો છચાક પેાતાના વિદ્યાર્થીઓને તે સમાજને યુદ્ધની તૈયારીઓ કરવાને પાકાર કરી રહ્યા હતા. ઑસ્ટ્રિમ-હંગરિના મહારાજ્યની પ્રજાને સ્વતંત્ર થયું હતું. ચાતરફ નૌકાબળ, જમીનનું લશ્કર, વેપાર, હુન્નરઉદ્યોગ, વિજ્ઞાન, વગેરેમાં પ્રજા ને રાષ્ટ્રો વચ્ચે તીવ્ર હરીફાઈ