________________
૪૦૮
આંતર કારભાર, ઈ. સ. ૧૯૦૮–૧૪–આ વખતની મુખ્ય હકીકતો જ આપણે અહીં જોઈશું. વૃદ્ધ માણસને પ્રજાને કે સરકારી ખર્ચે વર્ષાસને આપવામાં આવ્યાં ને સર્વ પ્રજાને માટે વીમાની લેજના નક્કી કરવામાં આવી. વધતા જતા ખર્ચને પહોંચી વળવા હવે સાહુકાર ઉપર નવા કરો પડ્યા. ઇ. સ. ૧૯૦૮માં લૉઈડ જ્યૉર્જ (Lyd George) ખજાનચી હતો. તેણે જમીનદારો ઉપર સપ્ત કર મૂ . હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ તે કરને ઉડાડી મૂક્યો. લિબરલાએ રાજીનામું આપ્યું. નવી વરણી થઈ તેમાં તેઓ ફાવ્યા. વળી અમીરે સામા થયા; વળી લિબરલ ફાવ્યા; અમીરો હવે નમ્યા ને તેઓએ લૉઇડ જ્યૉર્જના બજેટને પસાર થવા દીધું. ઍસકિવર્થ હવે અમીરોની નાણાં ઉપરની સત્તા કમી કરી. ઈ. સ. ૧૪૧૧ના પાલમેંટ એકટથી પાર્લમેંટ સાત વર્ષને બદલે પાંચ વર્ષ પછી બરખાસ્ત થવી જોઈએ, નાણાંની બાબતમાં લૉર્ડ્ઝને કોઈ સત્તા ન રહે, અને બે વર્ષ સુધી જે લૉડ્ઝ દરખાસ્ત મંજુર ન કરે તે તે દરખાસ્ત ધારારૂપે થાય એમ નક્કી થયું. જોસફ ચુંબલઈને (મૃત્યુ, જુલાઈ, ઇ. સ. ૧૯૧૪) બ્રિટિશ સામ્રાજ્યમાં બનતા માલને સામ્રાજ્યમાં ઉત્તેજન મળવું જોઈએ એવું આ વખત જાહેર કર્યું. બ્રિટિશ મુત્સદીઓ હવે ધીમે ધીમે Free Trade-નિરાબાધ વેપારની પદ્ધતિને મૂકી દેતા હતા. જેફ વેંબર્લેઈનની એજના Imperial Preference કહેવાય છે.
બ્રિટિશ સામ્રાજ્ય, ઈ. સ. ૧૯૦૧-૧૪–મહારાણી વિકટોરિઆના મરણ અગાઉ ઑસ્ટ્રેિલિઆનાં સંસ્થાને એક થઈ ગયાં હતાં. ઈ. સ. ૧૯૦૭માં ન્યૂઝીલેંડના સંસ્થાનને સ્વરાજ્ય આપવામાં આવ્યું. બે વર્ષ પછી હિંદમાં પણ મેલેએ ને મિત્રોએ સુધારાઓ દાખલ કર્યા. દક્ષિણ આફ્રિકાનાં જુદાં જુદાં સંસ્થાને પણ એકત્રિત થયાં. બધાં સંસ્થાનોએ ઈગ્લેંડના નૌકાસૈન્યને અમુક મદદ કરવા વચનો આપ્યાં. બ્રિટિશ સામ્રાજ્યને ચિંતાજનક ભાગ ખાસ કરી આયર્લડ કહી શકાય. તે પ્રદેશમાં બે પક્ષ હતાઃ (૧) હોમરૂલર–રેડમન્ડ (Redmond) તેમને મુખી હતું, અને (૨) રિપબ્લિકને અથવા સિનફીન (Sinn Fein)ના અનુયાયીઓ. તેમને