________________
દરિયાઈ લશ્કરે વધારતાં ગયાં. ઈ. સ. ૧૮૦૪માં ઈગ્લંડ ને કાંસ કરાર કરી સમજી ગયાં. રશિઆ ને કાંસ તે કયારનાં ચે એક થઈ ગયાં હતાં. ઈ. સ. ૧૯૦૭માં ઇંગ્લડે રશિઆ સાથે કરાર કર્યો ને ઈરાનમાં અને અફઘાનિસ્તાનમાં પરસ્પર વગની વહેંચણી કરી દીધી. બાલ્કન પ્રદેશમાં ગ્રીસે ક્રીટ દબાવ્યું. બબ્બેરિઆ ને સર્વિઆ સ્વતંત્ર થયાં–રશિઆની તેમને ખાનગી મદદ હતી. સ્ટ્રિઆએ બોઝનિઆ ને હર્ઝેગોવિના દબાવ્યા. આવી રીતે તુર્કી નબળું પડતું ગયું. જર્મનિએ તેની સાથે મૈત્રી કરી. ઈ. સ. ૧૮૦૦થી તે ઠેઠ ઈ. સ. ૧૮૧૩ સુધી બાલ્કન રાજ્યો તુક વિરુદ્ધ ને અંદર અંદર લડ્યાં; પણ તેમની લડાઈથી બીજા રાજ્યો તટસ્થ રહ્યાં. ઈ. સ. ૧૮૦૪માં રશિઆ ને જાપાન વચ્ચે લડાઈ સળગી ઉઠી. ઈંગ્લડે જાપાન સાથે મૈત્રી કરાર કર્યો, પણ જાપાન એકલું લડયું. રશિઆ હારી ગયું. તેથી પેસિફિક મહાસાગરમાં જાપાનનું બળ વધ્યું. જર્મનિ આફ્રિકામાં, પૅસિફિક મહાસાગરમાં, ને ચીનમાં જમીન ઉપર જમીન મેળવતું હતું કે અમેરિકામાં, ને તુર્કીમાં પિતાની વગ સ્થાપે જતું હતું. ઈ. સ. ૧૯૧૪ સુધીમાં યુરોપની સ્થિતિ આવા પ્રકારની હતી-એક તરફ જર્મનિ, ઑસ્ટ્રિઆ, ઇટલિ ને તુર્કી, બીજી તરફ ઈગ્લેંડ, કાંસ, રશિઆ, ને જાપાન, ને વચમાં બાલ્કન પ્રદેશો, અમેરિકાનાં સંસ્થાને ને ઈરાન ને ચીન જેવાં નબળાં રા.
મંત્રિમંડળે, ઇ. સ. ૧૯૦૧-૧૪–વિકટેરિઆના ભરણ વખતે ઈગ્લેંડને મુખ્ય પ્રધાન લૉર્ડ સૉલ્સબરિ હતો ને કોન્ઝર્વેટિવ પ્રધાનપદે હતા. સૉલ્સબરિ પછી બાલ્ફર મંત્રી થયે, ઈ. સ. ૧૮૨૦. કન્ઝર્વેટિવ ઠેઠ
. સ. ૧૮૦૬ સુધી સત્તા ઉપર રહ્યા. ત્યાર પછી નવી વરણી (Election) થઈ તેમાં લિબરલ ફાવ્યા તેથી તેઓ મંત્રીપદે આવ્યા ને તેમને સરદાર Henry Campbell Bannermann મુખ્ય મંત્રી થયો. તે ઈ. સ. ૧૯૦૮માં મરી ગયે તેથી ઍક્વિથ (Asquith) (મૃત્યુ, ઈ. સ. ૧૯૨૮) મુખ્ય પ્રધાન થયો. ઈ. સ. ૧૯૧૪માં જ્યારે મહાવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે લિબરલો કારભાર ઉપર હતા ને ઍસવિથ મુખ્ય પ્રધાન હતા.