________________
૪૫
પ્રકરણ ૨૩મું વીસમી સદી
સાતમે એડવર્ડ, ઇ. સ. ૧૯૦૧-૧૦–મહારાણી વિકટોરિઆના મરણ પછી તેને મોટો પુત્ર એડવર્ડ ગાદીએ આવ્યો. તેને પ્રિન્સ – વેઈલ્સ તરીકે રાજ્યકારભારને ખાસ અનુભવ આપવામાં આવ્યો નહોતો, ને તે સ્વભાવે શિકાર, દમદભાટ, રમત ને મુસાફરી કરવાને શોખીન હોવાથી કારભારમાં તેણે બહુ લક્ષ પણ આપ્યું નહિ; છતાં યુરોપના રાજ્યકર્તાઓની મુલાકાતે તે વારંવાર જતો તેથી, તે યુરોપના દરબારોમાં તેના કુટુંબનાં કઈ કોઈ માણસ સગાંસંબંધી નીકળી આવતાં તેથી, યુરોપના ઘણા રાજ્યર્તાઓ ઈગ્લેંડમાં આવી ગયા. પરિણામે તેની પિતાની વગે ઈગ્લેંડ, કાંસ ને રશિઆ વચ્ચે પરસ્પર સમજુતી થઈને જર્મનિ સાતમો એડવર્ડ સાથે ઈગ્લેંડને જે મતભેદ વધતો જતો હતો તે બહુ ગંભીર થઈ શો નહિ ઈ. સ. ૧૯૧૦ના મે માસમાં તે મરી ગયો.
હાલના સમ્રાટ, પાંચમા જ્યૉર્જ, ઈ. સ. ૧૯૧૦ –એડવર્ડ પછી તેમના એકના એક પુત્ર જ્યૉર્જ ગાદીએ આવ્યા. તેમનો મોટો ભાઈ યુક ઑવ્ ૉરન્સ . સ. ૧૮૮૨માં ગુજરી ગમે ત્યાર પછી તેઓ ધીમે ધીમે પ્રિન્સ ઑવ્ વેઈસ તરીકે પ્રકાશમાં આવતા ગયા. રાજા થયા અગાઉ તેમણે નૌકાસૈન્યમાં નોકરી કરી હતી તેથી તેમને ઈંગ્લંડના દરિયાઈ લશ્કરનું સારું જ્ઞાન છે. તેઓ અભ્યાસી, સહાનુભૂતિવાળા, પાર્લમેંટના કામકાજથી સારી રીતે વાકેફ, સાદ, ઉદ્યમી, અને સારી વસ્તૃત્વશકિત ધરાવનારા છે.