________________
૪૦૪
ઘણું સુધરેલા બન્યા. દરેક માણસ પ્રગતિ (Progress)માં માનવા લાગ્યા. બ્રિટિશ સામ્રાજ્યના વિકાસ સાથે બ્રિટિશ વેપારરોજગાર પણ વધ્યા. ખેતી ઘટી ગઈ કારખાનાઓ, મોટાં શહેરો, ઘરબાર વિનાના મજુરો કે કામદારે, એક તરફ કરેડપતિઓ ને બીજી તરફ એકદમ કંગાળ આદમીઓ, ખાધાખેરાકી માટે પરદેશની આયાત ઉપર જ અવલંબન, આઝાદી માટે પણ દેશાવરના વેપાર ઉપર જ અવલંબન, બેકારી(Unemployment), હડતાલો (Strikes), દેવાળાં, બેંકોની વ્યવસ્થા, અનેક કંપનિઓની ઉત્પત્તિ, કારખાનાંઓમાં કામ કરતાં અનેક જુવાન સ્ત્રીપુરુષ ને નાનાં છોકરાંઓ, એ આ યુગનાં ખાસ આર્થિક લક્ષણે કહી શકાય. પરિણામે રાષ્ટ્રને આર્થિક વિષય ઉપર વધારે લક્ષ આપવું પડ્યું. કારખાનાંઓ, કેળવણી, આરોગ્ય,
અને વસવાટ માટે પાર્લમેટે યોગ્ય કાયદાઓ કર્યા. લોકોએ પણ આ બાબતે પિતાના હાથમાં લીધી. સહકારી મંડળે સ્થપાયાં. કામદારવર્ગે પિતાનાં મંડળો સ્થાપ્યાં. પણ આ પ્રવૃત્તિઓથી લોકો સંતોષાયા નહિ. તેઓ હવે એમ કહેવા લાગ્યા કે રાષ્ટ્ર તમામ આર્થિક પ્રવૃત્તિઓ પિતાના હાથમાં લઈ લેવી જોઈએ. આ રાષ્ટ્રસત્તાવાદ (Socialism, Collectivism, Communism) ઓગણીસમી સદીની આખરનાં વર્ષોમાં ખાસ આગળ આવ્યા. મજુર અગર કામદારપક્ષ વિશેષ બળવાન થયો ને હવે એમ માનવા લાગે, કે દેશના ગરીબ લોકોની પરિસ્થિતિ સુધારવા માટે માત્ર એક જ માર્ગ છે-જેમ બને તેમ પાર્લમેંટમાં કામદારપક્ષના પ્રતિનિધિઓને વધારે સંખ્યામાં મેકલવા. એ કારણથી દેશમાં ત્રણ પક્ષ થયાઃ (૧) લિબરલ, (૨) યુનિઅનિચ્છેઅને (૩) લેબરાઈટ (Labourites). જેમ જેમ લેબરાઈટોનું બળ વધતું ગયું તેમ તેમ પહેલા બે પક્ષેએ ભેગા થવા માંડયું.
આવી રીતે વાય, કળા, હુન્નરઉદ્યોગ, વિજ્ઞાન, ફિલસુફી, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાષ્ટ્રની પ્રવૃત્તિઓ વગેરે પ્રજાના જીવનના બધા પ્રદેશોમાં પાછું પરિવર્તન થવા લાગ્યું.
પ્રગતિને પ્રદેશ જ એવો છે. તેને માટે નથી આદિ કે નથી અંત; એ કોઈ અપર વસ્તુ છે; ઈતિહાસનાં પાનાંઓ તો તેને સહેજ સહેજ સમજાવી શકે.