________________
૪૦૩
સ્પેન્સરે નવું સમાજશાસ્ત્ર (Sociology) રચ્યું. ડાર્વિને (Darwin) ઉત્ક્રાંતિવાદ (Evolution)ને સંદેશ આપ્યો. તે એમ પ્રતિપાદન કરી ગયું છે કે જગતમાં હરહંમેશ અન્ય યુદ્ધ કે હરીફાઈ થયાં કરે છે ને તેમાં જેની વધારે શક્તિ તે ફાવે છે. તે સિદ્ધાંત Survival of the Fittest કહેવાય છે. તેણે એક બીજે સિદ્ધાંત પણ પ્રતિપાદન કર્યો છે, કે મનુષ્યજાતિને ધીમે ધીમે વિકાસ થયો છે ને વાનરજાતિ મનુષ્યજાતિનું આદિમુળ ગણી શકાય આ વિચારે ખ્રિસ્તી ધર્મથી વિરુદ્ધ હતા. હઝલિ (Huxley) વગેરેએ તે વિચારોને વિશેષ પુષ્ટિ આપી. આ જ વખતે ફેરડે (Faraday), ટૉમસન, વગેરે વિજ્ઞાનશાસ્ત્રીઓ તાર, ટેલિફેન, વિજળી, હવા વગેરેમાં અજબ શોધો કરતા હતા. દ્રવ્ય (Matter) અને (Force) ચેતન જેવા ગૂઢ વિષયો ઉપર ઘણા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું. પણ જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થઈ, તેમ તેમ બધાને ખાત્રી પણ થતી ગઈ કે દ્રવ્ય ને ચેતનને અભ્યાસ કાંઈ સરળ નથી અને અત્યાર સુધી થએલાં સંશોધને તે મહાસાગરના અગાધ પાણીના એક બિંદના લેખામાં પણ આવી શકે નહિ. ટૉમસ ગ્રીન (Thomas Green) જેવા ફિલસુફે આ સિદ્ધાંતથી લોકોને પરિચિત કર્યા. તે ફિલસીને ને નીતિશાસ્ત્રને માટે અભ્યાસી હતા. આથી આ લેક ને પર લેકના સંબંધને લકે વધારે શાસ્ત્રીય દૃષ્ટિથી વિચારવા લાગ્યા સાહિત્ય ઉપર પણ તેની અસર થઈ મેરિ કૉરેલિ, વેલ્સ, શૉ, જેવા લેખકોએ આ વિષય ઉપર ઘણાં સારાં લખાણો આપ્યાં. રડ્યાર્ડ કિપલિંગે બ્રિટિશ સામ્રાજ્ય ઉપર સારી કવિતાઓ ને વાર્તાઓ લખી. વિજ્ઞાન ને ધર્મ અથવા ફિલસુફીની પરસ્પર હરીફાઈથી સાહિત્યને ને કળાને અન્ય પુષ્ટિ મળી.
આ સૈકામાં અનેક પુસ્તકાલય, પત્રિકાઓ, માસિક, રૈમાસિક, વર્તમાનપત્ર, સાહિત્ય ને વિજ્ઞાનની વાતો-ચર્ચા કરનાર મંડળો, વગેરે ઉભાં થયાં.
પિસ્ટ, તાર, આગબોટ, રેલવે, વીજળી, ટેલિફોન, વગેરે સાધનોથી આ જુદા જુદા વિચારને સર્વત્ર પ્રસાર થયો. ઈ. સ. ૧૮૭૦ની સાલથી રાષ્ટ્ર પોતે લેકોને કેળવણી આપતું થયું. પાર્લમેંટના સુધારાઓથી બ્રિટિશ જનતા સામાજિક ને રાજકીય પ્રશ્નો ઉપર સારો વિચાર કરતી થઈ. લેકો