________________
૩૯૯
રાજ્ય ટ્રાંસવાલના પ્રમુખ ગર (Kruger)ને પોતાના દેશના વેપાર વધારવા અને ખીજાં યુરોપીય રાજ્યો સાથે સંબંધ જાળવવા અંદર જોઈતું હતું; ઈંગ્લંડની સરકાર વચ્ચે આવી. ટ્રાંસવાલના દેશીઓની તે અંગ્રેજોની પરિસ્થિતિ ઉપર ઇંગ્લેંડના કારભારીઓએ ક્રુગરનું ધ્યાન ખેંચ્યું. ક્રુગરે સંતાષકારક જવાબ આપ્યા નહિ. અંગ્રેજો ટ્રાંસવાલની સેાનાની ખાણા ઉપર નજર કરતા હતા, તે ખુલ્લું થઈ ગયું. બ્રિટિશ સંસ્થાન Rhodesiaરાડેશિઆના અમલદાર ડૉ. જેમિસને ટ્રાંસવાલના કેટલાએક અંગ્રેજોની અને કેપ કૉલાનિના પ્રધાન હૅડ્ઝની શીખવણીથી વગર કારણે અને માત્ર બ્રિટિશ વગ વધારવા માટે જ, જૉનીઝબર્ગ (Johannesburg) ઉપર હલ્લા કર્યાં, ડિસેંબર, ઇ. સ. ૧૮૯૬. મેર લોકે આ ગેરવ્યાજબી અને હડહડતા અન્યાયી હુમલાથી ઇંગ્લંડ ઉપર એકદમ ચીડાઈ ગયા. ઇ. સ. ૧૮૯૯ ના અકટોબર માસમાં બંને પ્રજા વચ્ચે વિગ્રહ ફાટી નીકળ્યો. બ્રિટિશ પાર્લમેંટમાં લિબરલા આ લડાઇથી વિરુદ્ધ પડ્યા. રેંજ ફ્રી સ્ટેટ (Orange Free State) ના વલંદાએ ટ્રાંસવાલની મદદે પહેાંચી ગયા. ક્રિશ્ચિઅન ૬ વેટે અને લૂ મેથાએ (Christian de Wet અને Louis Botha) અંગ્રેજ લશ્કરાને માત્ર ઘણાં જ નાના લશ્કરથી ખૂબ થકવી દીધાં. છેવટે લૉર્ડ રૉબર્ટ્સની ને કિચનરની કુનેહથી બ્રિટિશ લશ્કરાની ફતેહ થઈ. ઑરેંજ ફ્રી સ્ટેટ અને ટ્રાંસવાલને બ્રિટિજ સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યા,
૧૯૦૦-૧૯૦૨.
યુનિઅનિસ્ટ
સ.
પરદેશખાતાના કારભાર, ઇ. ૧૮૯૫–૧૯૦૧ યુનિઅનિસ્ટોએ અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને સાથે વેનેઝુએલા સંબંધી તકરારના નિકાલ કર્યો. તુર્કીએ આમિનિઆમાં જખરી કતલ ચલાવી. બ્રિટિશ સરકારે એ ઘેર ને અમાનુષી કૃત્ય સામે વાંધા ઉઠાવ્યા, પણ રશિઆ ને જર્મનિ વચ્ચે આવવા ઇચ્છતા નહાતાં તેથી એકલું ઈંગ્લંડ છાનુંમાનું એસી રહ્યું. વસ્તુતઃ જર્મનિ, ઑસ્ટ્રિ તે
*જર્મન એપરર કૈસર ખીન્ન વિલિયમે આ વખતે ક્રુગરને પેાતાની સહાનુભૂતિ દર્શાવનાર તાર મેાકલ્યા હતા.