________________
૩૦૭
અમરેની સત્તા પર કાપ મૂકવાની ધમકી આપી. પણ તે હવે ઘરડે થઈ ગયા હતા, તેને આંખે બરાબર સૂઝતું નહોતું અને કાને તે બરાબર સાંભળી શકતો નહોતો. વધતું જતું લશ્કરી ખર્ચ તેને ગમતું નહિ. તેના સહકારીઓ પણ તેનાથી કંટાળી ગયા હતા. એ કારણોથી ગ્લૅડસ્ટને ઈ. સ. ૧૮૯૪ ના ફેબ્રુઆરિ માસમાં રાજીનામું આપ્યું. આગળ ઉપર રાણીએ તેને અમીરાત આપવા માંડી હતી, પણ તે વખતે તેણે ના પાડી હતી. ઈ. સ. ૧૮૮૮ના મે માસમાં તે મરી ગયો. લૉર્ડ રેઝબરિ ( Rosebry ) હવે લિબરલ પક્ષના આગેવાન થયો. ઈ. સ. ૧૮૮૫ના જુલાઈ માસમાં લિબરલો હારી ગયા; યુનિઅનિસ્ટ સત્તા ઉપર આવ્યા અને લૉર્ડ સૉસબરિ મુખ્ય પ્રધાન થયો. યુનિઅનિસ્ટાએ ઠેઠ ઈ.સ. ૧૯૦૬ સુધી મુખ્યસત્તા ભોગવી.
લિબરલના વખતમાં ઇંગ્લંડ ને કાંસ વચ્ચે સિઆમના રાજ્ય સંબંધી મતભેદ થતાં પરસ્પર કરાર કરવામાં આવ્યો, ને બંને રાજ્યએ સિઆમને સ્વતંત્ર રાજ્ય તરીકે કબૂલ્યું, ઇ. સ. ૧૮૮૩-૮૬. દક્ષિણ આફ્રિકામાં નાતાલ (Natal) ને “સ્વરાજ્ય” આપવામાં આવ્યું અને માદાબેલાલેંડ ઉપર બ્રિટિશ હકુમત સ્થાપવામાં આવી. જાપાને ચીનને હરાવ્યું, પણ રશિઆ, જર્મનિ અને ફાંસ જાપાન વિરુદ્ધ વત્યાં તેથી તે રાજ્ય ઈગ્લેંડનું મિત્ર બન્યું, ઈ. સ. ૧૮૮૪-૮૫.
યુનિઅનિટ કારભાર બોર લોકો સાથે વિગ્રહ; નવી સામ્રાજ્યનીતિ; રાણીનું અવસાન; ઈ.સ. ૧૮૯૫-૧૯૦૧
યુનિઅનિસ્ટ-કૉન્ઝર્વેટિવ અને લિબરલ યુનિઅનિસ્ટ હવે હોમરૂલર ને ગ્લૅડસ્ટનના અનુયાયીઓ સામે એક થયા, અને તેઓએ વિકટોરિઆના અમલનાં બાકી રહેલાં છ વર્ષ દરમ્યાન મુખ્ય સત્તા ભોગવી. મી. બાલ્ફર આ વખતે હાઉસ કૉમન્સનો મુખી (Leader) થયો.મી. જોસફ ચેમ્બરલેઈન સંસ્થાને (Colonies)ને સેક્રેટરી હતા. તેણે પિતાની નવી રાજ્યનીતિનાં સૂત્રે બહાર પાડયાં. સંસ્થાને અને ઇંગ્લેન્ડ વચ્ચે વેપાર વધાર, બ્રિટિશ