________________
૩૯૬
(Democratic) કરવામાં આવી. કૉન્ઝર્વેટિવ મંત્રિમંડળે સેસિલ હેઝ (Cecil Rhodes)ને પૂર્વ આફ્રિકામાં રેડેશિઆનું સંસ્થાન વસાવવાનો પટ્ટો કરી આપે. ઝાંઝીબારમાં ને યુગેડા (Uganda)માં બ્રિટિશ હકુમત સ્થપાઈ. ડફરિને ઉત્તર બ્રહ્મદેશ જીતી લીધું. ઈ. સ. ૧૮૮રમાં નવી ચુંટણી થઈ તેમાં આઈરિશ હોમ રૂલર (Home Rulers)ને લિબરલો મળીને યુનિઅનિસ્ટ કરતાં વધી ગયા; તેથી સૉલ્સબરિએ તુરત રાજીનામું આપ્યું. ગ્લૅડસ્ટન ચેથી ને છેલ્લી વાર મુખ્ય પ્રધાન થયો, ઈ. સ. ૧૮૮૨.
ગ્લૅડસ્ટનને ચેાથે ને છેલ્લે કારભાર, ઈ. સ. ૧૮૯૧-૫નવી પાર્લમેંટમાં આઈરિશ હોમરૂલરની આગેવાની જોન રેડમન્ડ (John Redmond)ના શિર ઉપર આવી, કારણ કે પાર્નલ (Parnell) ગુજરી ગયો હતે. ગ્લૅડસ્ટને પિતાના મિડલેથિઅન (Millothian) પ્રવાસમાં પ્રજાને વચન આપ્યાં હતાં, કે જે લિબરલે સત્તા ઉપર આવશે તે તેઓ ઈગ્લેંડનાં ને ઑલંડનાં ચર્ચાને રાજ્યના સંબંધથી છૂટાં (disestablished) કરશે, કામદા(ગા) વર્ગને માટે નવા કાયદાઓ કરશે, આયર્લડને સ્વરાજ્ય” આપશે, અને દારૂની બદી ઉપર ચોગ્ય અંકુશ મૂ કશે. આ વચનથી ઘણું ડરી ગયા હતા ને તેઓ યુનિઅનિસ્ટ પક્ષમાં ભળી ગયા હતા; સિવાય નવી ચૂંટણીથી પહેલી જ વાર ચાર લેબરાઈટો (Labourites)-કામદા(ગા)ર વર્ગના પ્રતિનિધિઓ-પાર્લમેટમાં પિતાનો સ્વતંત્ર પક્ષ કરી વર્તવા મંડ્યા. ગ્લૅડસ્ટનને જીવનથાકાર હૉન (લોર્ડ) મેલે આઈરિશ સેક્રેટરી થયે. સત્તા ઉપર આવ્યા કેડે તુરત જ ગ્લૅડસ્ટને આયર્લંડને સ્વરાજ્ય આપવાનું બિલ પાર્લમેંટમાં દાખલ કર્યું, તેથી લશ્કર, વેપાર, જગાત, ને પરદેશ ખાતાં સિવાય બીજી બધી બાબતમાં આયર્લંડને “સ્વતંત્રતા” મળત; પણ બિલ હાઉસ ઑવું લૉઝમાં પસાર થઈ શકયું નહિ; તેથી ગ્લૅડસ્ટને તે સવાલ પડતો મૂક્યો. આઇરિશ પ્રકરણ હવે બાવીસ વર્ષ સુધી અદ્ધર રહ્યું, પરિણામે બંને પ્રજા વચ્ચે મતભેદ કાયમ કહ્યો. તેનું ભયંકર પરિણામ ઈંગ્લંડને વીસમી સદીના બીજા દશકામાં ભોગવવું પડયું. ગ્લૅડસ્ટને રિશે-નાનાં ગામડાંઓને વિશેષ સ્થાનિક સ્વરાજ્ય આપ્યું. અમરેની સભાએ તેના કેટલાક ઉદાર મુદ્દાઓને રદ કર્યા તેથી તેણે