________________
- ૩૯૫ ગ્લૅડસ્ટન બીલકુલ કુનેહ કે બાહોશી બતાવી શકે નહિ. ઈ. સ. ૧૮૮૫ના. જુનમાં તેણે રાજીનામું આપ્યું. પાર્નેલના આઇરિશ અનુયાયીઓ હવે બંને બ્રિટિશ પક્ષને નચાવતા હતા, કારણ કે તેમના સહકારથી જ પાર્લમેંટમાં બહુમતિ થઈ શક્તી. લૉર્ડ સૉલ્સબરિ મુખ્ય પ્રધાન થયું. પણ નવી ચુંટણીમાં કૉન્ઝર્વેટિવને બહુમતિ ન મળી તેથી તેણે રાજીનામું આપ્યું ને ગ્લૅડસ્ટન ફરી મુખ્ય મંત્રી થયું. તેણે હવે આયર્લંડને હોમરૂલ-સ્વરાજ્ય આપવાની વેજના પિતાના મંત્રિમંડળ સમક્ષ રજુ કરી. હાર્ટટન, જેફ, ચુંબરલેન, વગેરે લિબરલ આગેવાનો તે જનાથી વિરુદ્ધ થયા ને તેઓ કૅન્ઝર્વેટિવની સાથે ભળી ગયા. જુના “લિબરલ પક્ષમાં આવી રીતે બે તડ પડયાં. આયર્લંડમાં અલ્સરના રહેવાસીઓએ ગ્લૅડસ્ટનની રાજના સામે પ્રચંડ વિરોધ ઉઠાવ્યો. જે ગ્લૅડસ્ટનની રોજનાનો સ્વીકાર થયું હોત તો આયર્લડ શાંત થાત ને બ્રિટિશ ઇતિહાસનું રૂપ પણ ફરી જાત. પણ કૉન્ઝર્વેટિવ ને કેટલાએક લિબરલાની હઠીલાઈથી આયર્લંડ ને ઈંગ્લેન્ડ વચ્ચેને મતભેદ ચાળીસ વર્ષ સુધી પાછો ચાલુ રહ્યો.
યુનિઅનિ, આયર્લંડને સ્વરાજ્ય” ન મળવું જોઈએ, ને ઈગ્લડ ને આયર્લંડની એકતા (Union) કાયમ રહેવી જોઈએ એ ધોરણને જે પક્ષે સ્વીકાર્યું તે પક્ષના લેકે હવે યુનિઅનિટ (Unionists) કહેવાયા. આ ને સ્વરાજ્ય આપવાના હીમાયતીઓ માત્ર “લિબરલે” કહેવાયા.
| પહેલી યુનિઅનિસ્ટ પાર્લમેંટ, ઈ. સ. ૧૮૮૬-૯ર –ઇ. સ. ૧૮૮૬ના જુલાઈ માસમાં નવી ચુંટણી થઈને યુનિઅનિસ્ટ બહુમતિથી પાર્લમેટમાં દાખલ થયા. લૉર્ડ સૉલ્સબરિ બીજી વાર મુખ્ય મંત્રી બન્યો. તેના વખતમાં આયર્લડની પરિસ્થિતિ દિવસે દિવસે કફોડી થતી જતી હતી. મિ. બાફર આઇરિશ સેક્રેટરીના હોદા ઉપર હતો. તેના કડક કારભારથી, સુલેહ તે સચવાઈ; પણ આઇરિશ “સ્વરાજ્ય”ના પ્રશ્નને હવે વહેલામોડો. ઉકેલ્યા સિવાય છૂટકો નહોતો. ઇ. સ. ૧૮૮૭માં રાણીને પચાસ વર્ષ પૂરાં થયાને ઉત્સવ આખા સામ્રાજ્યમાં ઉજવાયો. ઈ. સ. ૧૮૮૮માં ઈગ્લેંડનાં પરગણાઓ (Counties)માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધારે લોકમાન્ય