________________
હતા, પણ તે કારભારોમાં તેમના પક્ષની રાજ્યનીતિનાં મુખ્ય ધેરણ આપણે જોઈ શકતા નથી. સર રોબર્ટ પિલે ટેમવર્થ મુકામેથી પોતાના નવા કૉન્ઝર્વેટિવ પક્ષની રાજ્યનીતિનું સૂચન કર્યું હતું, પણ તેને અમલ જરા પણ થયો નહોતે, કારણ કે કૉન્ઝર્વેટિવ અથવા પીલાઈટ કે પીલના અનુયાયીઓ લગભગ પણ લિબરલ હતા. દરમ્યાન કોન્ઝર્વેટિવે ત્રણ વાર મુખ્ય સત્તા ઉપર આવી શક્યા હતા પણ પાર્લમેંટમાં તેમની બહુમતિ નહોતી. ઇ. સ. ૧૮૭૪માં ડિઝરાઈલિની બાહોશ ને નવીન વિચારથી સમૃદ્ધ આગેવાની નીચે તેઓ રાણીના અમાત્ય બન્યા ને તેને લાભ લઈ વૃદ્ધ ડિઝરાઇલિએ તે પક્ષને નવો રંગ આપ્યો. (૧) લૅડસ્ટનના “લિબરલ” કારભાર દરમ્યાન દેશની બધી સંસ્થાઓમાં ફેરફારો કરવામાં આવ્યા હતા; ડિઝરાઈલિએ હવે જાહેર કર્યું કે ઈગ્લેંડના રાજ્યતંત્રની તમામ ઐતિહાસિક સંસ્થાઓનું કન્ઝર્વેટિવ પક્ષ યોગ્ય રક્ષણ કરશે. (૨) “લિબરલ મુત્સદીઓએ બ્રિટિશ સામ્રાજ્યની અવગણના કરી હતી, સંસ્થાનો ઉપર જરા પણ લક્ષ આપ્યું નહતું ને બ્રિટિશ હિત તરફ દુર્લક્ષ બતાવ્યું હતું; ડિઝરાઈલિએ હવે જાહેર કર્યું કે યુરોપ ને એશિઆમાં ઈગ્લેંડ તટસ્થ રહેશે નહિ; સંસ્થાને ગ્યતા પ્રમાણે ઈંગ્લેંડ “સ્વરાજ્ય” આપશે ને એ રીતે સામ્રાજ્યને મજબુત બનાવશે, અને દરેક બાબતમાં બ્રિટિશ હિત ઉપર મુખ્ય લક્ષ આપવામાં આવશે. (૩) “લિબરલ રાજ્યતંત્રમાં તાજનું અપમાન કરતા હતા; ડિઝરાઈલિએ હવે જાહેર કર્યું કે “તાજ” પણ રાજ્યતંત્રમાં ને સામ્રાજ્યની વ્યવસ્થામાં અગત્યનો ભાગ લઈ શકે; ઉપરાંત બધી પ્રજાઓએ તેને સારું માન આપવું જોઈએ. (૪) “લિબરલે ”એ ચર્ચને તુચ્છકાર કર્યો હતો, કન્ઝર્વેટિવ ચર્ચની સત્તાના સંરક્ષકો તરીકે બહાર પાડ્યા. (૫) ડિઝરાઇલિએ જાહેર કર્યું કે કૉન્ઝર્વેટિ પણ મજુરો, ગરીબ, વગેરેને રેગ્ય મદદ આપશે ને તેમને રાજ્યતંત્રમાં ભાગ આપશે; “ લિબરલો ને તે માત્ર વેપારીઓ ને કારીગરેના જ પ્રતિનિધિ તરીકે તેણે તુચ્છકારી કાઢયા; તેણે જાહેર કર્યું કે ઇતિહાસમાં માલધારીઓ, મજુર, કારીગરે, મુત્સદીઓ, લેખકે, બધાને