________________
૩૯૧ યોગ્ય ન્યાય મળવો જોઈએ; તેઓએ પરસ્પર લડવું જોઈએ નહિ. આ સૂત્રમાં આપણે બૉલિંગાકની ને બર્કની રાજ્યનીતિનાં સૂત્રો જોઈ શકીએ છીએ. ઈગ્લેંડના લેક ડિઝરાઈ લિને બરોબર સમજી શકતા નહોતા; કારણ કે જો કે તે વસવાટે અંગ્રેજ ને પશ્ચિમાર્યો હતો, છતાં સ્વભાવ, બુદ્ધિમાં, કલ્પનાશક્તિમાં અને સમજશક્તિમાં તે યાહુદી-અથવા હિબૂ અથવા પર્યાય હતા. ડિઝરાઈલિ પણ અંગ્રેજોનાં મન બરાબર સમજી શકતો નહિ. | ડિઝરાઈલિને કારભાર, ઈ. સ. ૧૮૭૪–૮૦–હવે આપણે ડિઝરાઈલિનો કારભાર તપાસીએ. ડિઝરાઈલિએ ચર્ચની ને કેળવણીની સંસ્થાઓમાં સુધારો કર્યો, કામદારોને ને મજુરોને Trade Unions મંડળોના કાયદાઓ કરી રાહત આપી અને ખેડુતેની સ્થિતિ સુધારી. તેણે ઇજિપ્તના બેદિવ (Khedive)ના સુએઝની સંગભૂમિ–હવે નહેરના શેરે ખરીદી લીધા ને તેથી એશિઆના એ પ્રદેશ ઉપર બ્રિટિશ હકુમતની સ્થાપના કરી, ઇ. સ. ૧૮૭૫. ઈ. સ. ૧૮૭૬માં મહારાણી વિક્ટોરિઆએ કૈસર-ઈ-હિંદને ઈલ્કાબ ધારણ કર્યો. ડિઝરાઈલિએ લાર્ડ લિટનને હિંદન વાઈસરૉય બનાવી અફઘાનિસ્તાન સામે લડાઈ જાહેર કરી.
તુકની સલ્તનતમાં, ડાન્યુબિઅન પ્રાંતમાં રૂમાનિઆ નામનું રાજ્ય સ્થપાયું હતું; ગ્રીસ તો ક્યારનું ચે સ્વતંત્ર થઈ ગયું હતું; ઈ. સ. ૧૮૭૫૭૬માં બાકી રહેલા યુરોપીય પ્રાંતમાં એટલે બોનિઆ, હર્ઝેગોવિના, સાઆિ, ને બબ્બેરિઆમાં બડે થયાં. યુરોપના રાજ્યોએ સુલતાનને * Seemed the orient spirit incarnate, lost
In contemplation of the Western Soul: Reposeful, patient, undemonstrative, Aloof from our mutations and unrest, Alien to our achievements and desires, Another brain dreaming another dream, Another heart recalling other loves; And in majestic taciturnity, Refraining his illimitable scorn.
A Study in Contrasts by William Watson,