________________
૩૮૫
2, પર રાજ્ય સાથે સુલેહ, ખુદ ઈગ્લેંડમાં લેકોની ઈચ્છાનુસાર રાજ્યકારભાર, રાજ્યના ખર્ચમાં ખૂબ કરકસર, એ તેનાં મુખ્ય સૂત્રે વર્ણવી શકાય. ગ્લૅડસ્ટન લિબરલ” હતો પણ તે “ડિકલ” નહોતે. માણસજાતની સમાનતામાં તે કદી માનતો નહિ. જુની સંસ્થાઓ તરફ અને જુનાં ધોરણો તરફ તે પૂજ્યભાવ ધરાવતે. ગ્લૅડસ્ટને લિબરલ પક્ષને નવો ઓપ આપે અને કૅન્ઝર્વેટિવ સામે તેઓ ટકી શકે એ મુદ્દાથી તે પક્ષને મજબુત બનાવે. ન ગ્લૅડસ્ટનનો પહેલો કારભાર, ઈ. સ. ૧૮૬૮-૭૪, ફેનિઅનિઝમ, આઈરિશ ચર્ચ અને આઈરિશ ખેડત-ઈ. સ. ૧૮૪૫નો દુષ્કાળ હજુ આયલેંડના લોકોનાં મનમાં તાજો હતો તે વખતથી તે . સ. ૧૮૬૮ સુધીમાં દસ લાખ માણસ મરી ગયાં હતાં, અને વીસ લાખ માણસો ગરીબીથી કંટાળી પિતાનું વહાલું વતન છેડી અમેરિકા ચાલ્યાં ગયાં હતાં, જે લોકોએ બહાર વાસ કર્યો તેઓ પોતાના વતનનાં દારુણ દુઃખ ભૂલી ગયા નહિ. એ દુઃખને માટે તેમણે ઇંગ્લંડની સરકારને જવાબદાર ગણી, પિતાના દેશભાઈ ને તેઓએ પૈસાની મદદ મોકલી, ને ગમે તે ઉપાય ઈંગ્લેડથી સ્વતંત્ર થવા તેમને ઉશ્કેર્યો. આયર્લંડમાં પણ ઇંગ્લંડ સામે બંડ ઉઠાવવાના હેતુથી ખાનગી મંડળે ઉભાં થયાં. આ હીલચાલ Fenianismફેનિઅનિઝમ કહેવાય છે. બંડખોર કાવતરાંના કેટલાએક આગેવાને પકડાઈ જતાં તેમને કડક શિક્ષા કરવામાં આવી; પણ ફેનિઅને તેથી ડરી ગયા નહિ. તેમની પ્રવૃત્તિઓ તે જેસભેર વધતી જ રહી. ઈગ્લંડમાં પણ તેઓ તોફાન કરવા મંડયા. આવે અણીને સમયે ગ્લૅડસ્ટન એકત્રિત “લિબરલ” પક્ષના આગેવાન તરીકે મુખ્ય પ્રધાન થયું. તેથી આયર્લંડનો સવાલ પણ જુદા રૂપમાં પ્રજા સમક્ષ મુકો.
ગ્લૅડસ્ટનને આઈરિશ દરદના બે ઉપાયો અત્યારે તે સૂઝયાઃ એક તે આઈરિશ ચર્ચના બંધારણમાં સુધારો કરે; બીજું, આઇરિશ ખેડુતોને રાહત આપવી. પહેલાં તેણે આઈરિશ ગ્લિકન ચર્ચને સવાલ ઉકેલવા પ્રયત્ન કર્યો. તે ઈગ્લેંડનું એસ્ટાબ્લિશડ ચર્ચ (Established (Church) આયલેંડના પુરાણા ઇતિહાસમાં રાજાઓની પાસે રહેતા સિપાઈઓ ફેનિઅને કહેવાતા.
૨૫