SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ પક્ષમાં ભળ્યો હતો, તેથી ઈ. સ. ૧૮૬૮માં જ્યારે કૅન્ઝર્વેટિવ પક્ષની હાર થઈ ત્યારે રાણીએ “લિબરલ” પક્ષના આગેવાન ગ્લૅડસ્ટનને મુખ્ય મંત્રીનું પદ આપ્યું. ગ્લૅડસ્ટનના ગુણદોષ–લૅડસ્ટનનું શરીર જેટલું મજબુત હતું તેટલું જ તેનું મનોબળ પણ મજબુત હતું. જે કોઈ બાબત તે હાથમાં ધરતે તેને તે કોઈ પણ રીતે નિકાલ કરતા. પણ તે નિકાલ એ બાબતને પૂરો અભ્યાસ કર્યા પછી જ તે કરતા. તે ઘણે ઉદ્યમી હતો. તેના વિચારે ઘણું ઊંચા હતા. પિતાના દરેક ઊંચા વિચારને તે વ્યવહારમાં મૂકતો. લૅડસ્ટનના ચારિત્ર્યનું એક બીજું ખાસ લક્ષણ જેવામાં આવે છે. તેને સ્વભાવ ઉદાસીન હતો. ફતેહથી તે કદી મલકાતા નહિ, તે નિષ્ફળતાઓથી તે કદી નિરાશ થતો નહિ. દુ:ખી પ્રજાઓની તેને ઘણી દયા આવતી. તે મોટો ભાષણકર્તા હતા, ને જ્યારે તે ભાષણ કરતા ત્યારે શબ્દો ને વાક્યો તે આપોઆપ તેના હોઠમાંથી સરવા માંડતાં. લોકોના બેલને તેને ઘણે ભરોસો હતા, તે એટલે બધે તે ભેળો હતેા. માણસોની પરીક્ષા કરવામાં તે ઘણી વાર ભૂલ ખાતે. ખ્રિસ્તી ધર્મ ઉપર તેને ઘણી શ્રદ્ધા હતી. ગ્લૅડસ્ટન લડાઈમાં માનતા નહિ-લડાઈ ઉપર તેને તિરસ્કાર છૂટતે. નાનાં મોટાં રાજ્યો ભેગાં થઈ પંચ મારફત પિતાની તકરારનું સમાધાન કરે એમ તે ઈચ્છતે. ઈંગ્લંડના સામ્રાજ્યમાં તેને શ્રદ્ધા હતી, પણ તે સામ્રાજ્યના બધા ભાગો સ્વતંત્ર હેવા જોઈએ એમ તે માનતો. ગોરી પ્રજાઓએ સંસ્થાનના અસલ વતનીઓ ઉપર ન્યાય ને નીતિના ધોરણ પ્રમાણે અમલ કરવો જોઈએ એમ તે માનતો. પહેલેથી જ કોઈ ચોક્કસ કરેલાં સૂત્રો પ્રમાણે ગ્લૅડસ્ટન વ નથી; જેમ જેમ વખત જતો, તેમ તેમ તે વિચાર કરતો ને સમય પ્રમાણે તે પિતાનાં સૂત્રે નક્કી કરતો. દેશાવર સાથે વેપારના * Liberalism was at its zenith, more hopeful and more self-confident than it had been since the first reform bill or again to become during the remainder of the nineteenth century. P. 231, Vol. XII, Political Hist. of England, edited by Hunt and Poole.
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy