________________
૩૮૩
મંત્રિમંડળમાં ગ્લૅડસ્ટન સંસ્થાનેને નાયબ દિવાન (Under Secretary of State for the Colonies) . પણ થોડા જ વખતમાં પીલને રાજીનામું આપવું પડયું એટલે લૅડસ્ટન પણ પાછો નિવૃત્ત થઈ ગયો. ઈ. સ. ૧૮૪૧માં પીલ ફરી મુખ્ય પ્રધાન થયું ત્યારે તેણે ગ્લૅડસ્ટનને બેર્ડ ઑવ્ ટ્રેડિને પ્રમુખ ને મંત્રિમંડળના સભ્ય બનાવ્યા. ગ્લૅડસ્ટને આ વખતે વેપારરોજગાર, જગાત, કરપદ્ધતિ, વગેરેનો સારે અભ્યાસ કર્યો, ને પરિણામે તે ઍડમ સ્મિથના સિદ્ધાંતોનો પક્ષપાતી થશે. પીલે આયર્લંડની મેનુથ (Maynooth) કોલેજને સરકારી મદદ આપી, તે ટોરિ ગ્લૅડસ્ટનને તે વેળા ગમ્યું નહિ, તેથી તેણે ઇ. સ. ૧૮૪૫માં પોતાના હાદાનું રાજીનામું આપ્યું. ઈ. સ. ૧૮૪૬માં તે પાછો મંત્રિમંડળમાં દાખલ થયો ને સંસ્થાનોને સેક્રેટરિ (Colonial Secretary) બન્યો. પણ અનાજની આયાત વિષેના કાયદાઓ (Corn Laws) રદ થયા પછી પીલે રાજીનામું આપ્યું
એટલે ટેરિઓનો ને તે સાથે ગ્લૅડસ્ટનના કારભારને અંત આવ્યું. ઇ. સ. ૧૮૫૦-૫૧માં તે ઈટલિ ગયે. ત્યાં નેપલ્સના રાજ્યકર્તાને જુલમ જોઈ તેનું અંતર બળી ગયું ને તેથી યુરોપ તરફના વલણમાં તે “લિબરલ” પક્ષ તરફ ઢળવા લાગ્યો. ઇ. સ. ૧૮૫રના એંબરડીનના મંત્રિમંડળમાં
ગ્લૅડસ્ટન Chancellor of the Exchequer–ખજાનચી થયે અને ક્રિમિઆના વિગ્રહના ખર્ચને પિતાના બાહોશ બજેટોથી તેણે નિભાવ્યું. ઈ. સ. ૧૮૫૫માં તેણે પોતાના હોદાનું રાજીનામું આપ્યું. હવે તે લગભગ “લિબરલ” થઈ ગયો હતે ઇ. સ. ૧૮૫૮માં પ્રધાન લૉર્ડ ડર્બીએ તેને આનિઆના ટાપુઓના કમિશનરની જગ્યા આપી. બીજે વર્ષે પામરસ્ટનના કારભારમાં ગ્લૅડસ્ટન બીજી વાર ખજાનચી થયે. એ હૈદા ઉપર જ્યારે તે હતો ત્યારે તેણે કરેલા તમામ સુધારાઓ આપણે ઉપર જોઈ ગયા છીએ. પામરસ્ટનના મરણ પછી ગ્લૅડસ્ટન પહેલી વાર હાઉસ ઑવ્ કૉમન્સને લીડર-આગેવાન થયું. તે હવે ચુસ્ત લિબરલ થયો હતો. હાઉસ ઑવું કૉમન્સને સુધારવા તેણે આ વખતે પાર્લમેંટમાં એક બિલ દાખલ કર્યું પણ તેમાં ને ફાવ્યો નહિ ને રસલના છેલા કારભારનો અંત આવ્યો. ડબ ને ડિઝરાઈલિ સત્તા ઉપર આવ્યા. ગ્લૅડસ્ટન હવે તેમની સામેના