________________
૩૮૨
ઈગ્લેંડના ઈતિહાસમાં હવે બે મહાન પુરુષોને અખાડે જામે એક તરફ ડિઝરાઈલિ અને બીજી તરફ ગ્લૅડસ્ટન. ઈ. સ. ૧૮૮૦ સુધી બ્રિટિશ ઈતિહાસ એટલે લૅડસ્ટન ને ડિઝરાઈલિનું હૃદયુદ્ધ.
ગ્લૅડસ્ટન, ઇ. સ. ૧૮૩૩–૧૮૬૮-રાણી વિકટેરિઆના અમલનો વિચાર કરતાં આપણે આ પૃષ્ઠમાં ગ્લૅડસ્ટન વિષે કેટલુંએક જોઈ ગયા છીએ પણ તેના જીવનચરિત વિષે હજુ આપણે કાંઈ જોઈ શક્યા નથી. ઇ. સ. ૧૮૬૮ની સાલથી તે ઠેઠ ઇ. સ. ૧૮૯૮ સુધી ગ્લૅડસ્ટન ઇંગ્લંડને ધુરંધર મુત્સદી હતું. તેથી હવે તેના જીવનને આગલો ભાગ અહીં એકસાથે તપાસવાની જરૂર છે; કારણ કે તે જીવનનો પૂર્વ વૃત્તાંત ને ગ્લૅડસ્ટનના ગુણદોષ જાણ્યા વગર આપણે હવે પછીનાં ત્રીસ વર્ષને ઈતિહાસ બરાબર સમજી કે વિચારી શકશું નહિ.
- વિલિયમ એવર્ટ ગ્લૅડસ્ટન (William Swart Gladstone) ઈ. સ. ૧૮૦૯ના ડિસેંબર માસમાં શિવપૂલ મુકામે જન્મ્યો હતો. તેને બાપ સર જહોન ગ્લૅડસ્ટન લિવપૂલનો મોટો વેપારી હતા. તે પહેલાં હિગ હતું; પણ પાછળથી પિટની ને કૅનિંગની મૈત્રી થતાં તે કૉન્ઝર્વેટિવ પક્ષમાં ભળે. નાનપણથી જ ગ્લૅડસ્ટનના મગજ ઉપર આ કન્ઝર્વેટિવ વાતાવરણની સજ્જડ છાપ પડી. નિશાળમાં ને કોલેજમાં ગ્લૅડસ્ટન ઘણું છટાદાર ભાષણ કરતા. એ વખત દરમ્યાન તેને ગ્રીક ને લૅટિન સાહિત્યનો સારે શેખ લાગ્યો. કૉલેજ છેડ્યા પછી તેને ચર્ચમાં દાખલ થવું હતું; પણ તે વિચાર તેણે તુરત જ છેડી દીધો અને ઇ. સ. ૧૮૩૩માં
ગ્લૅડસ્ટન તે પહેલી વાર પાર્લમેંટમાં દાખલ થયા. એ પાર્લમેંટમાં તે હંમેશાં કૉન્ઝર્વેટિવ આગેવાન સર બર્ટ પીલને પક્ષ કરત. ઈ. સ. ૧૮૩૫માં પીલના