________________
૩૮૬
હતું ને તે આઈરિશ કેથોલિકના કરોની આવક ઉપર નભતું. ગ્લૅડસ્ટને આયર્લંડના ને ઈગ્લેંડના ચર્ચોને નોખાં કરી નાખ્યાં, તેને મળતી તમામ મદદ બંધ કરી, તેના નિભાવ માટે બીજો યોગ્ય બંદેબસ્ત કર્યો, ને બધું ખર્ચ કાઢતાં બાકી વધેલી રકમને ઉપયોગ ગરીબ આઈરિશ લોકોને રાહત આપવા માટે કરે, એ ઠરાવ કર્યો, ઈ. સ. ૧૮૬૮.
ખેડુતની કંગાળ સ્થિતિ આયર્લનું બીજું દરદ હતું. જમીનના માલિકે બહારગામ રહેતા, ને મહેસુલ વસુલ કરવા પિતાના માણસોને મોકલતા. જમીનને સુધારીને જે ખેડુત વધારે ઉત્પન્ન કરે તો તેને લાભ માલિક ભોગવતા, અને નિયમસર મહેસુલ વસુલ ન થાય તો તેઓ ખેડુતોને કાઢી મૂકતા. ગ્લૅડસ્ટન છેલ્લી બાબતનું નિવારણ કરવા જેટલે કાયદો કરી શક્યો, પણ તે આ વખતે આઈરિશ ખેડુતોને મહેસુલના બંબસ્તની બાબતમાં અને સુધારેલી ખેતીથી થતા વિશેષ ઉત્પન્નના યોગ્ય હિસ્સાની બાબતમાં કાંઈ કરી શો નહિ, ઇ. સ. ૧૮૭૧. તેણે આયર્લંડમાં કેળવણીને પણ ઉત્તેજન આપ્યું. લિબરલ પ્રધાનોએ આયર્લડ માટે આટલાં આટલાં વાનાં કર્યા પણ ફેનિઅનની હીલચાલ કાંઈ નરમ પડી નહિ; તેથી ગ્લૅડસ્ટનને તેમની સામે કડક કાયદાઓનો અમલ કરવો પડ્યો. ઈ. સ. ૧૮૭૧માં કેટલાએક આઈરિશ આગેવાનોએ આયર્લડને બ્રિટિશ સામ્રાજ્યમાં રાખીને આંતર વ્યવહારોમાં સ્વરાજ્ય (Home Rule) અપાવવા માટે પ્રવૃત્તિ ઉપાડી લીધી. આ સંસ્થાના સભ્યએ ટુંકી મુદતમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ચુંટાઈપિતાને જુદો પક્ષ ઉભો કર્યો.
કેળવણુ, લશ્કર, નોકરીઓ, વગેરે ઉદ્યમી કારભાર, ઈ. સ. ૧૮૭૦-૭૪-ગ્લૅડસ્ટનના સહકારી ફૉર્ટરે ઈ. સ. ૧૮૭૦માં પ્રાથમિક કેળવણી માટે આખા દેશમાં યોગ્ય બંદેબસ્ત કર્યો, જે કે હજુ પ્રાથમિક કેળવણી મફત ને ફરજિઆત થઈ શકી નહિ. અમુક ખાતાંઓ સિવાય રાજ્યના તમામ મોટા હોદાઓ જાહેર પરીક્ષાઓનાં પરિણામે ઉપર ભરવા એવું હવે નક્કી કરવામાં આવ્યું. કાર્ડવેલ નામના અમાત્યના બાહેશ કારભાર નીચે લશ્કરી ખાતું સારી રીતે સુધરી ગયું. લશ્કરના મોટા હોદાઓ (Commissions) અત્યાર સુધી ખરીદી શકાતા;