________________
૩૯૭
લડાઈ સળગી ઉઠી. ઈંગ્લેંડના કેટલાએક લેાકેા દક્ષિણ સંસ્થાના તરફ, તેા કેટલાએક ઉત્તર સંસ્થાના તરફ હતા. “ ટ્રેન્ટ ” નામની અંગ્રેજ મેઈલ આગબોટમાં દક્ષિણ વિભાગના સંસ્થાના તરફથી ઈંગ્લંડ ને ક્રાંસની સરકારે સાથે મસલત કરવા એ વકીલા નીકળ્યા હતા તેમને ઉત્તર વિભાગના સંસ્થાનાની સરકારે પકડયા. “ટ્રેન્ટ” બ્રિટિશ આગોટ હતી તેથી બંને સરકારા વચ્ચે લડાઇ સળગી ઉઠત; પણ રાણી ને પ્રિન્સ આલ્બર્ટ વચ્ચે પડ્યાં અને બંનેના મનનું સમાધાન થયું. બ્રિટિશ ગાદીમાં તૈયાર થએલી આલાબામા (Alabama) નામની એક મનવારે ઉત્તર સંસ્થાનાના વેપારને ઘણું નુકસાન કર્યું તે તેથી તેમણે વાંધા ઉઠાવ્યો. તેનું પણ આગળ ઉપર સમાધાન કરવામાં આવ્યું. ઇ. સ. ૧૮૬૩ના જુનમાં પેલંડમાં રશિઆ સામે બળવા થયા. પ્રશિઆમાં આ વખતે પ્રિન્સ બિસ્માર્ક (Bismarek) ઍન્સેલર–વજીર હતા. ફ્રાંસ પેાલ લેાકેાના પક્ષમાં હતું; તેથી બિસ્માર્કે ઝારના પક્ષ લીધો. ફ્રેંચ સમ્રાટ નેપોલિઅને ઝારને ધમકી આપી, પણ ઈંગ્લંડ લડાઈમાં ઉતરવા ઈચ્છતું હતું તે ઝાર સારી રીતે જાણતા હતા; તેથી તેણે નેપોલિઅનની ધમકી ઉપર કાંઈ લક્ષ આપ્યું નહિ. બિસ્માર્કને, ઑસ્ટ્રિઆને જર્મનિમાંથી કાઢવું હતું અને જેમ સાર્ડિનિઆની આગેવાની નીચે ટલિ એક થયું હતું તેમ, પ્રશિઆની આગેવાની નીચે જર્મનિનાં નાનાં મોટાં રાજ્યાને તેને એક કરવાં હતાં. આ વખતે ડેન્માર્કની પાસે આવેલાં શ્લેશવિગ અને હૉલ્સ્ટાઈન ( Schleswig તે Holstein)ની માલિકીના સવાલ ઉભા થયા. એક રીતે તે બંને ચિએ અથવા સંસ્થાને ડેન્માર્કના રાજાની માલિકીનાં હતાં; પણ હૉલસ્ટાઇનમાં જર્મના વસતા હતા અને તે જર્મનિનું એક નાનું સંસ્થાન ગણાતું. ક્લેશવિગમાં જર્મના ઝાઝા નહાતા; પણ જર્મનિને મન તે પણ જર્મન સંસ્થાન લેખાતું. ડેન્માર્કને બંને પરગણાં–ડચિએ—પેાતાને માટે જોતાં હતાં. તેથી ઇ. સ. ૧૮૬૩માં આગળના એક કરારની ઉપરવટ થઇને પણ નવા ડેઈન રાજા નવમા ક્રિશ્ચિઅને અંતે ચિઓને પેાતાના કબજામાં લીધી. બિસ્માર્કે તરત જ પોતાના લાગ જોયા. તેણે પ્રશિઆને નામે બંને સંસ્થાનામાં લશ્કર મોકલ્યાં ને તેમાં ઑસ્ટ્રિઆને પણ ક્રૂસાવ્યું, ઇ. સ.