________________
૩૭૬
પામરસ્ટનના કારભારનું યુરેપ: ઇંગ્લંડની તટસ્થતા, ઈ. સ. ૧૮૫૯-૬૫–પામરસ્ટન યુરોપનાં રાજ્યોના આંતર કારભારમાં બહુ માથું મારતે, પણ તેના છેલ્લા કારભારમાં ઈગ્લેંડ તટસ્થ રહ્યું, કારણ કે તે પોતે નહિ પણ જહોન રસલ, પરદેશ ખાતાને પ્રધાન હતા. કિમિઆના વિગ્રહ વખતે સાર્ડિનિઆના રાજ્ય તરફથી કાઉંટ કાલૂરે મિત્રરાને લશ્કરી મદદ મોકલી હતી અને પેરિસની પરિષદમાં સાર્ડિનિઆને યોગ્ય
સ્થાન પણ મળ્યું હતું, તે આપણે ઉપર જોઈ ગયા છીએ. કાંસના સમ્રાટ નેપોલિઅને સાર્ડિનિઆને પક્ષ લીધો અને નાઈસ અને સેવૉયના પ્રાંતના બદલામાં તેમણે સમસ્ત ઇટલિમાંથી ઑસ્ટ્રિઆના પક્ષકાર રાજ્યકર્તાઓને કાઢી મૂકી સમગ્ર ઈટલિનું એક રાજ્ય બને તે માટે તમામ મદદ આપવા કાલૂરને વચન આપ્યું. રાણી વિકટારિઆને ઈટાલિનનું બંડ ગમતું નહતું, પણ પામરસ્ટનના મંત્રમંડળે ઈટલિને પક્ષ લીધો; ઈટલિ એક થઈ શક્યું, ફેબ્રુઆરિ, ઇ. સ. ૧૮૬૧. લૂઈ નેપોલિઅન આ વખતે જ્યાં ત્યાં માથું ભારવા ફાંફાં મારતે હત; પામરટન તેના ઉપર ચેકસ નજર રાખતા. ચીનની સરકારે ઈ. સ. ૧૮૫૮ની Tienstien-ટીનસ્ટીનની સુલેહ હજુ કબૂલ કરી નહોતી. તેથી પામરસ્ટને ચીનના કિનારા ઉપર સવારી મેકલી. ઇ. સ. ૧૮૬૦ના પેકિનના તહથી પહેલ કરાર મંજૂર થયો ને ટીનસ્ટીનનું બંદર હવે બ્રિટિશ વેપાર માટે ખુલ્લું થયું. લૂઈ નેપોલિઅનને મેકિસકમાં કાંસની વગ કરવી હતી તેથી તેણે પિતાને ગુપ્ત હેતુ મનમાં રાખી ઈગ્લેંડને યુક્તિથી ક્રાંસના પક્ષમાં લીધું. પણ રસલ યુક્તિ સમજી ગયો ને તેથી ઇંગ્લંડ નેપોલિઅનના કાવાદાવાઓમાં ફસાયું નહિ, ઈ. સ. ૧૮૬૧-૬૨. ઈ. સ. ૧૮૬૧માં અમેરિકાનાં સંયુક્ત સંસ્થાના ઉત્તર વિભાગ ને દક્ષિણ વિભાગ વચ્ચે ગુલામીના પ્રશ્ન ઉપર
* પામરસ્ટનની પરદેશ સંબંધી રાજ્યનીતિ નીચે આપેલા તેના ભાષણના એક ભાગ ઉપરથી એકદમ સ્પષ્ટ થઈ શકે છે–It is a narrow policy to suppose that this country or that is to be marked as the eternal ally or the perpetual enemy of England. We have no eternal allies and we have no perpetual enemies. Our interests are eternal and perpetual.