________________
૩૫
તે જુના કાન્ઝર્વેટિવ પક્ષમાંથી હંમેશને માટે ખસી ગયા ને લિબરન લેાની સાથે કારભારમાં દાખલ થયા. પામરસ્ટન પોતે પાર્લમેંટના સુધારાથી વિરુદ્ધ હતા પણ તે સવાલના ખાસ ઉત્સાહી રસલ મંત્રિમંડળમાં હતા; છતાં તે પ્રશ્ન હમણાં તે અધર જ રહ્યો. પામરસ્ટનના આંતર કારભારમાં ગ્લેંડસ્ટનના આર્થિક સુધારાએ ખાસ લક્ષમાં રાખવા જોગ છે. તેણે ફ્રાંસ સાથે વેપારના કરાર કર્યાં, ધણી સાધારણ વપરાસની જણસા ઉપરની જગાતા ઓછી કરી અથવા કાઢી નાખી, કાચા માલ, ખાધાખારાકીની ચીજો અને કારખાનામાં બનેલે માલ, એટલી ચીજો ઉપર માત્ર નામની જ જગાત રાખી, અને જેમ બને તેમ ઓછી ચીજો ઉપર જગાત રહેવા દીધી. આયપતવેરા હવે દેશમાં કાયમ કર થયા. ગ્લેંડસ્ટને કાગળ ઉપરની જગાત કાઢી નાખી તેથી હાઉસ ઑવ્ કૉમન્સ તે હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ વચ્ચે તકરાર થઈ. પ્રજા ઉપરના જુના કરેામાં ફેરફારા કરવાની અને નવા કરે નાખવાની સત્તા હાઉસ વ્ કૉમન્સની જ છે અને હાઉસ વ્ લૉર્ડઝને તે બાબતમાં ખાસ દરમ્યાન થવાની સત્તા હાવી જોઈ એ નહિ, એ ઉપયોગી સૂત્ર સ્વીકારનારા ત્રણ ધરાવે પામરસ્ટને હાઉસ વ્ કૉમન્સમાં પસાર કરાવ્યા, જુલાઈ, ઇ. સ. ૧૮૬૦, ખીજે વર્ષે પણ લૅંડસ્ટને હાઉસ વ્ કૉમન્સની નાણાં ઉપરની સત્તા વિશેષ સાજીત કરી. જગાતના ફેરફારોથી તે ક્રાંસ સાથેના વેપારના કરારથી ઈંગ્લેંડનું ઉત્પન્ન વધ્યું, તેથી ખજાનચીએ આયપતવેરા ધટાડી દીધા અને ચા વગેરે સાંધાં કર્યાં. ઇ. સ. ૧૮૬૦માં ગ્લેંડસ્ટને પોસ્ટ ઑફિસ સેવિંગ્ઝ બૅંકા સ્થાપી. મધ્યમ વર્ગના લાખા લેાકેા બચાવેલાં નાણાં હવે સલામતીથી આ બૅંકામાં રાખી શક્યા અને સરકારને પણ વ્યાજે નાણું મેળવવાની સારી સગવડ થઈ, હરડી સરાફી પેઢીએ ને બૅંકા પાસે હવે જવાની જરૂર રહી નહિ. રાજ્યનાં જુદાં જુદાં ખાતાંનાં ખર્ચો તપાસવા ગ્લેંડસ્ટને એક સ્વતંત્ર પાર્લમેંટના અમલદાર નીમ્યા. આ સુધારાથી પાર્લમેંટની આર્થિક સવાલા ઉપરની સત્તા વધી. તેણે રાજ્યનું કેટલુંક નકામું ખર્ચ કાઢી નાખ્યું. અમેરિકામાં આ વખતે લડાઈ ચાલતી હતી તેથી કપાસના ભાવમાં ધણી તેજી આવી, અને થાડા વખત માટે ઈંગ્લેંડનાં કેટલાંક કાપડ બનાવવાનાં કારખાનાંઓને ઘણી મુશ્કેલી નડી.