________________
૩૭૪
વકીલે મોકલવાની શરત લખી આપી, અને ખ્રિસ્તી ધર્મને રક્ષણ આપવાનું વચન આપ્યું, ઇ. સ. ૧૮૫૭. પણ પાર્લમેટ ચીનના વિગ્રહની રાજ્યનીતિને વખોડી કાઢી તેથી પામરસ્ટને રાજીનામું આપ્યું. પ્રજાને તે તેની રાજ્યનીતિ ગમી ગઈ હતી, તેથી નવી પાર્લમેંટમાં પામરસ્ટનની બહુમતિ થઈ ઉંમરે વૃદ્ધ, પણ સ્વભાવે ને કામકાજ કરવામાં યુવાન, તે વળી મુખ્ય મંત્રી થયો, એપ્રિલ, ઈ. સ. ૧૮૫૭.
ઉપરાઉપરી ફરતાં મંત્રિમંડળો: પામરસ્ટન, અને ડબી (બીજીવાર), ઈ. સ. ૧૮૫૭-૫૮–પામરસ્ટનને સ્વભાવ રાણીને જરા પણ ગમતો નહિ. વળી ટારિઓ ને બ્રાઈટ જેવા લિબરલો તેની વિરુદ્ધ હતા. ઇ. સ. ૧૮૫૭-૫૮માં હિંદમાં સિપાઈઓએ બળવો કર્યો. પામરસ્ટને બ્રિટિશ હિંદના કારભાર માટે યોગ્ય બંદોબસ્ત કરવા પ્રયત્ન કર્યો પણ દરમ્યાન ફ્રેંચ સમ્રાટ નેપલિઅનના ઉપર કોઈએ બોંબ ફેંક્યો. ગુન્હેગારની તપાસ કરતાં એમ માલુમ પડયું કે કાવતરું ઈંગ્લંડમાં થયું હતું. ફ્રેંચ સરકાર અને પ્રજા અંગ્રેજો ઉપર ઘણું ચીડાયાં. આવાં કાવતરાં સામે પામરસ્ટને હાઉસ
ત્ કૉમન્સમાં એક મુસદ્દો રજુ કર્યો, પણ તેમાં હારી જતાં તેણે રાજીનામું આપ્યું, ફેબ્રુઆરિ, ઈ. સ. ૧૮૫૮.
રાણીએ હવે લૉર્ડ ડબીને મુખ્ય મંત્રી બનાવ્યો. ડિઝરાઈલિ બીજી વાર ખજાનચી થયો. સિપાઈઓને બળ શાંત થઈ ગયું એટલે બ્રિટિશ હિંદના કારભાર માટે નવો કાયદો કરવામાં આવ્યો, ઑગસ્ટ, ઈ. સ. ૧૮૫૮. દરમ્યાન સ્ટ્રિઆને સાર્ડિનિઆ વચ્ચે લડાઈ સળગી ઉઠી હતી ને કાંસ ઈટલિને ઉત્તેજન આપતું હતું. નેપલિઅને ઈટલિમાં લશ્કર મોકલ્યું. આ વખતે ડિઝરાઈલિએ હાઉસ ઑવ્ કૉમન્સના બંધારણમાં સુધારો કરવાને ઠરાવ કર્યો હતે. પણ પરદેશ ખાતાના કારભાર ઉપર અને સુધારાના સવાલ ઉપર લિબરલો ને પીલના અનુયાયીઓ ભેગા થઈ ગયા. પરિણામે ડર્બી ને ડિઝરાઇલિ હારી ગયા ને પામરસ્ટન ફરી મુખ્ય પ્રધાન થે, મે, ઈ. સ. ૧૮૫૯.
લૉર્ડ પામરસ્ટનને છેલ્લે કારભાર, ઈ. સ. ૧૮૫૯-૬પ, ખજાનચી ગ્લૅડસ્ટન-પામરસ્ટનના છેલ્લા મંત્રિમંડળમાં ગ્લૅડસ્ટન ખજાનચી થયો. અત્યાર સુધી ગ્લૅડસ્ટન પીલના પક્ષકાર તરીકે ખપતો હતો; હવે