________________
૩૭૩
પણ સર્વસામાન્ય નદી થઈ મૉલ્સેવિઆ, વૉલેશિઆ, ને સર્વિઆની સ્વતંત્રતા માટે મિત્રરાજ્યો જામીન થયાં. રશિઆના આગળના તમામ અધિકારો હવે નાશ પામ્યા. રશિઆ ને ઈગ્લેંડ વચ્ચેની હરીફાઈ વધી. કાંસમાં નેપોલિઅનનું માન વધ્યું. તે ઈટલિને ને રશિઆને હવે મિત્ર થઈ ગે. સાર્ડિનિઆ એક વગવાળું રાજ્ય થયું ને નવા ઈટલિને ઉદય થયો.
પિટ, કેસર, કનિંગ ને પામરટન તુર્કીના મિત્ર હતા, તેમના પછી ડિઝરાઈલિએ પણ તે જ ધોરણ સ્વીકાર્યું. એ વખતે કેટલાએક અંગ્રેજ મુત્સદીઓ આ મૈત્રી ઉપર કટાક્ષથી જોતા હતા. છેલ્લા મહાવિગ્રહમાં તુક ઈગ્લેંડ સામે ને જર્મનિ સાથે રહી લડયું તે ઉપર દૃષ્ટિ કરીએ તો ક્રિમિઆનો વિગ્રહ ફેકટ લડાયો હતે એમ લાગશે.f
રાજકારણ કદી કાયમ રહેતું નથી; આજના મિત્રો કાલે શત્રુઓ થઈ બેસે છે; પણ એટલું તો એક્કસ છે કે ક્રિમિઆના વિગ્રહથી ધારેલાં પરિણામ આવ્યાં નહિ.
પામરસ્ટનને કારભાર, ઇ. સ. ૧૮૫૫–૫૭–પામરસ્ટને ક્રિમિઆના યુદ્ધને અંત આણે એટલું જ નહિ, પણ તેણે લડાઈખાતું ઘણું સારી રીતે સુધારી દીધું. ઈ. સ. ૧૮૫૬-૫૭માં ઈગ્લંડ ને ઈરાન વચ્ચે લડાઈ થઈકારણ કે શાહે હિરાત ઉપર ચડાઈ કરી હતી. ઈરાન હારી ગયું. ઈરાનને ઝારની ચડામણી હોવી જ જોઈએ એ ઉસ્તાદ પામરસ્ટન બરાબર જોઈ ગયો. ચીનની સરકારે એક અંગ્રેજ વહાણ રોકી રાખ્યું ને તેના ખલાસીઓને કેદ કર્યા, તે કારણથી પામરસ્ટને ચીન સામે લડાઈ જાહેર કરી. ફેંચે પણ અંગ્રેજો સાથે ભળ્યા. ચીનાઓ હારી ગયા. પરિણામે તેમણે યાંગ-સે-કિઆંગ નદી ઉપરને વેપાર ખુલ્લો કર્યો, પરસ્પર
*In the waters of the Tchernya the stain of Novara was wiped out for ever; out of the mud of the trenches was modern Italy built up.
+The Crimean war was a blunder and a crime.
When one reads the treaty, there is nothing to show which is the conqueror and which the conquered.
ફ્રેંચ વકીલની નોંધ.