________________
૩૦.
કાંસના પ્રમુખ–ને પછી સમ્રાટ-લૂઈ નેપોલિઅને ખ્રિસ્તી યાત્રાનાં સ્થળોને પિતાના કબજામાં લેવાની ઈચ્છા દર્શાવી. ઑસ્ટ્રિઆ, પેઈન, ને ઇટલિના રેમન કેથોલિક રાજ્યકર્તાઓએ કાંસના હકોને વ્યાજબી હકે ગણ્યા. સુલતાને પણ તે હકો સ્વીકાર્યા. રશિઆ ગ્રીક પંથ (Church)નાં રાજ્યમાં મુખ્ય ગણાતું; તેથી ઝારે ગ્રીક પંથને પક્ષ લીધે ને કાંસને તુર્કીમાં માન અપાતું જોઈ તે ગભરાયો. તેણે હવે માત્ર જેરુસલેમ વગેરે પવિત્ર સ્થળોનો જ નહિ, પણ તુકની સલ્તનતના તમામ દેઢ કરેડ ગ્રીક લકે-સર્વિઆ, બબ્બેરિઆ, વગેરે સુલતાનના પ્રાંતના ગ્રીક-ના હકને પિતે જ ખરો સંરક્ષક છે એમ જાહેર કર્યું અને તેવા અધિકારે સુલતાન પાસે ભાગ્યા. ઈંગ્લંડમાં પિટ, કૅસ, કેનિંગ, ને પામરટન જેવા મુત્સદ્દીઓએ રશિઆ ને તુક વચ્ચેની તકરારમાં તુર્કીનો પક્ષ લીધો હતો, કારણ કે રશિઆ જેવી પ્રથમ પંક્તિની રાજ્યસત્તા કાળા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં વિશેષ વગ ધરાવે એ અંગ્રેજોના હિંદના સામ્રાજ્યને હાનિકારક જ થાય. ઇ. સ. ૧૮૪૪માં નિકોલસ ઝાર ઈંગ્લેંડ ગયો હતો ત્યારે તેણે તુર્કીની સલ્તનતને વહેંચી ખાવા માટે પરદેશ ખાતાના પ્રધાન ઍબરડીનને ઇસારે કર્યો હતો. તે જ ઍબરડીન હવે મુખ્ય પ્રધાન હતા. તેણે લૉર્ડ સ્ટેફોર્ડ રૅક્લિફને ઈસ્તંબૂલ મુકામે મોકલ્યો. સ્કિલફની સલાહથી સુલતાને રશિઆના જુના અધિકાર કબૂલ રાખ્યા, પણ નવા અધિકાર માન્ય રાખ્યા નહિ. ઝારે પોતાના પ્રતિનિધિઓને હવે ઈસ્તંબૂલથી પાછા બોલાવી લીધા અને તે જ સાથે ડેન્યુબ નદીના તુકના હવાલાના પ્રાંત-વ્હેવિઆ, વગેરે–માં લશ્કરે મોકલ્યાં. આ બનાવથી યુરોપનાં બીજાં મેટાં રાજ્યો પણ દરમ્યાન થયાં. કાંસે અને ઈંગ્લડે પિતાનાં નૌકાસૈન્યને રશિઆને દબાણમાં રાખવા કાળા સમુદ્રમાં રવાના ક્ય. પણ બીજા રાજ્યની દરમ્યાનગીરી કાંઈ કામમાં આવી નહિ. તુર્કીએ રશિઆ સામે લડાઈ જાહેર કરી ને રશિઆના નૌકાસૈન્ય સાઈપિ પાસે તુર્કીની કેટલીક નૌકાઓને ડુબાડી દીધી. આ સમાચાર ઈગ્લેંડ અને કાંસ પહોંચ્યા ત્યારે પ્રજા ખળભળી ઉઠી. બંને સરકારે હવે ઝારને વ્હેવિઆ ને લેશિઆના પ્રાંતે ખાલી કરવાનું કહેવરાવ્યું; ઝારે ના પાડી એટલે લડાઈ