________________
૩૬૯
ઉપર તકરાર થતાં તે હારી ગયો. તેથી મંત્રીઓએ રાજીનામું આપ્યું, ડિસેંબર, ઈ. સ. ૧૮૫ર. ઍબરડીન હવે મુખ્ય પ્રધાન થયો. આ નવા કારભારમાં ગ્લૅડસ્ટન ખજાનચી હતી. તેણે પોતાના બજેટથી કેટલાક નવા કર નાખ્યા ને જુના તથા ગેરવ્યાજબી કરો રદ કર્યા. આ અગત્યની દરખાસ્ત ગ્લૅડસ્ટને ઘણા ભપકાદાર ભાષણમાં હાઉસ ઑવ્ કૅમન્સમાં રજુ કરી. દરમ્યાન યુરેપમાં લડાઈની તૈયારીઓ ચાલી રહી હતી ને તેમાં ઈંગ્લેંડ પણ સંડોવાયું; તેથી નાણું વ્યાજે ન લેતાં નવા કોના ઉત્પન્નમાંથી ગ્લૅડસ્ટને લડાઈનું ખર્ચ નિભાવ્યું. રસલને પાર્લમેંટના બંધારણમાં બીજે સુધારે જોઈતું હતું, પણ ઍબરડીનના ને પામરસ્ટનના વિરોધથી તે કાંઈ કરી શક્યો નહિ. ન્યૂકેંસલ લડાઈખાતાને પ્રધાન હતા. તે નબળે ને બિનઅનુભવી હોવાથી ક્રિમિઆના વિગ્રહમાં અંગ્રેજ સૈન્યને ઘણી હલાકી ભોગવવી પડી ને પ્રજાને, રાણીને, અને પાર્લમેટનો અસંતોષ ઘણે વધી ગયો. રસલ હંમેશાં ઍબરડીનને અને ન્યૂફેંસલને કનડગત ર્યા કરતે. પાર્લમેંટે ઍબરડીનના કારભાર ઉપર નિંદાત્મક ઠરાવ પસાર કર્યો. અંબરડીને રાજીનામું આપ્યું, ડિસેંબર, ઈ. સ. ૧૮૫૪. રાણીએ ડર્બીને મુખ્ય પદ આપવા માંડયું પણ તેણે ના પાડી, એટલે એકોતેર વર્ષની ઉમરે લૉર્ડ પામરસ્ટન મુખ્ય પ્રધાન થયા, ફેબ્રુઆરિ, ઈ. સ. ૧૮૫૫.
આ વખતમાં હિંદમાં કંપનિએ આખું પંજાબ જીતી લીધું. બિનવારસ રાજાઓનાં રાજ્યો-સતારા, નાગપુર, ઝાંસી–પણ આ વખત દરમ્યાન ખાલસા થયા. અયોધ્યાદેશને પણ બ્રિટિશ પ્રાંત બનાવવામાં આવ્યું, ઈ. સ. ૧૮૪૬-૫૬.
રશિઆ, તુક, ફ્રાંસ ને ઈંગ્લેંડ, ઇ. સ. ૧૮૫૩-૫૪– ઈ. સ. ૧૭૪૦ની સાલના એક કરારથી તુર્કીના સુલતાનના કબજાના પેલેસ્ટાઈન પ્રાંતની પવિત્ર ખ્રિસ્તી જાત્રાની જગ્યાઓ ઉપર કાંસને અમુક હકે આપવામાં આવ્યા હતા. ખ્રિસ્તી ધર્મમાં બે પંથે છેઃ-(૧) લૅટિન (૨) ગ્રીક કૅ લૅટિન પંથ–ચર્ચ–માં આવે છે. કેટલાંક વર્ષ પછી કાંસના લૅટિન પાદરીઓ જેરુસલેમ વગેરે પવિત્ર સ્થળોને કબજે ભોગવતા બંધ થયા તેથી ગ્રીક પાદરીઓ તેમને કબજો સંભાળતા હતા. ઈ. સ. ૧૮૫૦માં
૨૪