________________
દેશની ભાષા શીખી લીધી ને તેના રીતરિવાજો સમજી લીધા. નવા નર્મના બરને હવે અંગ્રેજ ખેડુત ને નેકર સાથે સભ્યતાથી વર્તવા લાગ્યા. અંગ્રેજો પણ વખત જતાં નવા વંશ તરફ વફાદાર થઈ ગયા. નવા વસનારાઓએ ઈગ્લેંડના રિવાજે મુજબ રહેવા માંડયું. સેકસનો પણ નર્મની બેલી, તેમના રીતરિવાજો, વગેરે શીખ્યા. રાજદરબારમાં ને અદાલતમાં હજુ નોર્મની ભાષા વપરાતી; આમાં નવાઈ પણ નહોતી; કારણ કે ખુદ ઇંગ્લંડમાં હજુ અનેક બેલીએ બેલાતી, ને ઉત્તરને અંગ્રેજ દક્ષિણના અંગ્રેજ પાસે પરદેશી જ ગણત. પહેલા હેનરિના અમલ દરમ્યાન બંને પ્રજા વચ્ચે ભાઈચારો વધવા લાગે. એજેવિન રાજાઓના વખતમાં બંને પ્રજા એક થઈ ગઈને નૈમને ને સૈસને અંગ્રેજી નામથી મગરૂબ થતાં શીખ્યા. આ જમાનામાં Shivalry –રજપુતાઈએ ઈંગ્લંડમાં ઘર કરવા માંડયું. બરના પુત્ર વેપાર કરતાં શરમાતાતેઓ યુદ્ધમાં ભયંકર રસ લેતા અને સ્ત્રી જાતિને ને ગરીબને મદદ કરવા સપ્ત નિયમો પાળતા. લડનારાઓને એક ને વર્ગ ઉત્પન્ન થયું. ભણેલા અંગ્રેજોએ હજુ સાહિત્ય કે વિજ્ઞાન–સાયન્સ–માં નામ કાઢયાં રહેતાં. કેળવણી આપવાનું કામ ધર્મગુરુઓ ને પાદરીઓના હાથમાં હતું, પણ ધર્મગુરુઓ વિદ્વાન નહોતા. આ જમાનામાં ઈગ્લેંડમાં ને આખા યુરેપમાં કેટલાએક લોક સાધુની જિંદગી ગાળતા ને મઠમાં રહી ઉપવાસ, ઉપાસના, પ્રાયશ્ચિત્ત, વગેરે કરતા. રાજાઓ, અમીરે ને સાધારણ સ્થિતિનાં માણસો પણ આ મઠમાં પિતાને પૈસે આપી દેતાં, ને રાણીઓ, કુંવરીઓ, ને ખાનદાન સ્ત્રીપુરુષો મઠમાં જઈ પિતાનાં જીવન પૂરાં કરતાં.
નર્મન લેકે ઈગ્લંડમાં આવ્યા તેથી ઈગ્લંડમાં લૅટિન, ફ્રેંચ ને યુરોપની સંસ્કૃતિનું બળ વધ્યું, ને યુરોપમાં ને ફાંસમાં જે જે હીલચાલે થઈ તે બધી. હીલચાલો ધીમે ધીમે ઈંગ્લેન્ડમાં પણ થવા પામી. નોર્મને સારી સિપાઈગીરી જાણતા. તેઓ મુત્સદીઓ હતા. તેમના આગેવાને સારા સરદારે હતા. કેટલાએક મેટા કારભારીઓની શક્તિઓ ધરાવતા હતા. એ બધી જુદી જુદી શક્તિઓને હવે ઈંગ્લંડની પુરાણ ભૂમિને લાભ મળે.
આવી રીતે તૈમન અમલથી ઈંગ્લંડ યુરેપના સંસ્કાર સાથે એક્તાર બની શક્યું.