________________
૩૬૩
અનુમોદન આપ્યું. પણ તે રેડિકલ પક્ષની ક્રાંતિકારક દરખાસ્ત સામે થતો. ઈ. સ. ૧૮૩૪માં તેણે (ટેમવર્થ મુકામેથી) પિતાને રદીઓ બહાર પા. તે રદીના મુદ્દાઓ આપણે ઉપર જોઈ ગયા છીએ. ધીમે ધીમે તેને જુનો ટેરિ પક્ષ કૉનઝર્વેટિવ પક્ષ થતો જતો હતે. ઈ. સ. ૧૮૩૩માં ને ઈ. સ. ૧૮૪૧માં પીલ ટૂંક મુદત માટે મુખ્ય મંત્રી થયો. છેવટે જ્યારે ઈ. સ. ૧૮૪૧માં વિકટેરિઆએ ફરી તેને મંત્રી બનાવ્યો ત્યારે કૉનઝર્વેટિવોનો પક્ષ સબળ બન્યો હતો અને તેથી તેઓ ઇ. સ. ૧૮૪૬ સુધી સત્તા ઉપર રહી શક્યા. આવી રીતે પીલે કૉનઝર્વેટિવ પક્ષની સ્થાપના કરી. તેના જીવનના ચાર વિભાગો પાડી શકાય. (૧) ઈ. સ. ૧૮૧૮ સુધી. આ વખતે તે ચુસ્ત ટેરિ હતો. (૨) ઈ. સ. ૧૮૧૮–૨૯. આ વખતમાં તે “લિબરલ” પક્ષ તરફ વળતે હતો. (૩) ઈ. સ. ૧૮૨૮-૩૨. આ સમયમાં તે “લિબરલ” પક્ષ તરફ વળ્યો. (૪) ઈ. સ. ૧૮૩૨-૫૦. આ સમયમાં તેણે “લિબરલ” પક્ષના પ્રજાપ્રિય મુદ્દાઓ પ્રમાણે પોતાનું વર્તન રાખ્યું.
પીલને છેલ્લો ને કૉનઝર્વેટિવોને પહેલો કારભાર અનિયંત્રિત વેપાર(Free Trade). અનાજની આયાત ઉપરના કાયદાઓ રદ ટેરિઓને જ હાથે લિબરલ સિદ્ધાંતની ફતેહ, ઈ. સ. ૧૮૪૧-૪૬. આ વખતે અનાજની મોંઘવારી ઘણી વધી પડી હતી. દેશના ખેડુતોને અને જમીનદારોને રક્ષણ આપવા નિમિત્ત સરકાર અનાજની આયાત પર ચડતી ઉતરતી જગત નાખતી. પરિણામે ખેડુત ને જમીનદારે સિવાય બીજા લોકો મેઘવારીથી ઘણા જ પીડાતા હતા. વળી મેંઘવારીના પ્રમાણમાં મજુરોનાં મૂલ ને રેજ વધ્યાં નહોતાં, તેથી ખાધાની જણસોની મોંઘવારી પ્રજાને ઘણી સાલતી. “લિબરલ” પ્રધાનએ દેશના નાણાંખાતાની બરાબર તપાસ રાખી નહતી. પરિણામે પીલ જ્યારે કારભારી થયો ત્યારે
* From the passing of the Reform Act Peel was not much more than half a conservative; before he died, he was a good deal more than half a liberal.
P. 122, J. R. Thursfield's Peel.