________________
૩૬૪ દેશની પરિસ્થિતિ ઘણી ભયંકર થઈ પડી હતી. શરૂઆતમાં તે તેણે અનાજની આયાત ઉપરની જગાત કાઢી નાખવા ના પાડી ને તેમાં માત્ર થોડોક જ ફેરફાર કર્યો. રાજ્યમાં ઉત્પન્ન કરતાં ખર્ચ વધી પડયું હતું, ને દર વર્ષે સરકારને ખોટ જતી હતી. પીલે આ ખોટ પૂરી કરવા ગ્ય ઉપાયે લીધા. તેણે આયપતેરે નાખ્યો અને બીજા ઉપાયોથી ઉત્પન્ન વધાર્યું. કાચા માલની આયાત ઉપરની ઘણી જગાતે તેણે કાઢી નાખી. બ્રિટિશ માલની નિકાસને તેણે ઉત્તેજન આપ્યું. હંમેશના વપરાસની ચીજો પણ તેણે સાંધી કરી. ઉત્પન્ન વધ્યું એટલે રાષ્ટ્રીય દેવું ઓછું થયું. ઈ. સ. ૧૮૪૪માં પીલે ઈંગ્લંડની બેંકના પટાની શરતોમાં ઘણા અગત્યના ફેરફારો કર્યા. તે ફેરફારથી બૅક દેશના વેપારરોજગારમાં વધારે ઉપયોગી થઈ શકી. જગાતે ને કરો ઉઘરાવવાની પદ્ધતિમાં ફેરફાર કરી તેનું ખર્ચ પણ ઘટાડવામાં આવ્યું. ઈ. સ. ૧૮૪૬માં આયર્લંડમાં ને ઈગ્લેંડમાં મોટો દુષ્કાળ પડે. આયર્લંડના લોકોને અરધો ભાગ બટાટાના પાક ઉપર નભતો. આ પાક ઈ. સ. ૧૮૪૬માં એકદમ નિષ્ફળ ગયે. ઈગ્લેંડમાં પણ દુષ્કાળ હતો. એ જ વખતે સરકાર પરદેશી અનાજની આયાત ઉપર જાપ રાખતી. જે આ જાતે કાયમ રહે તે આયર્લડમાં ને ઇંગ્લંડમાં ભૂખમરાથી લાખ લોકો મરી જાય. વળી લોકો બંડ કરે એ નોખી વાત. તેથી પીલે ખૂબ વિચાર કર્યો. “લિબરલ” આગેવાન રસલ પણ એના મતને હતે. બ્રિટિશ ટાપુઓમાં કૉન્ડન, બ્રાઈટ, વગેરે આગેવાને ઘણાં વર્ષ થયાં અનિયંત્રિત વેપાર (Free trade) માગતા હતા. પ્રજાને પણ તે જ જોઈતું હતું. માત્ર થોડાએક ખેડ અને જમીનદારે સ્વાર્થ ખાતર વિરોધ બતાવતા હતા. રાણીએ રસલને કારભાર સોંપવા માંડ્યો પણ તેણે ના પાડી, તેથી તે પણ પીલના મતમાં ભળી. પીલના મંત્રિમંડળના મુખ્ય સભાસદો પણ એ જ મતના થયા. તેથી ઈ. સ. ૧૮૪૬ના જાન્યુઆરિ માસમાં પીલે ઈગ્લેંડનાં બંદરને દેશાવરના વેપાર માટે લગભગ ખુલ્લાં કરી દીધાં–માત્ર નામની જ જગાત તેણે હવે ચાલુ રાખી. ડિઝરાઈલિ ને બીજા ટેરિઓ અથવા “સંરક્ષક” (Protectionists) હવે પીલ સામે થયા. તેમણે “લિબરલો” અને “રૅડિકલે” સાથે મળી જઈ પીલને ને તેના - સહકારીઓને કારભારમાંથી કાઢી મૂકયા.