________________
૩૬૨
પીલે મુખ્ય મંત્રી થવા ના પાડી. મેલોર્ન પાછા સત્તા ઉપર આવ્યા ઇ. સ. ૧૮૪૧ના ઑગસ્ટ માસમાં તેણે રાજીનામું આપ્યું. પીલ હવે ક્રી મુખ્ય મંત્રી થયા. રાણીને મેલબોર્નના ઘણા ભરાસા હતા. તેને તે એક મુરબ્બી મિત્ર લેખતી.
સર રામ` પીલ.—પીલનો જન્મ ઇ. સ. ૧૭૮૮ના ફેબ્રુઆરિ માસમાં લેંકેશાયરમાં થયા હતા. તેને બાપ સર રૉબર્ટ પીલ એક ગરીબ માણસમાંથી કાપડના વેપારથી મોટા ધનાઢય વેપારી થઈ શકયા હતા, તે પહેલેથી તે પિટના ટારિ કારભારને પક્ષપાતી હતેા. તેણે નાણાંના વિષય ઉપર અને કારખાનાંઓના વહીવટ ઉપર અગત્યનું સાહિત્ય બહાર પાડયું હતું. મુખ્ય પ્રધાન પીત્ર તેને પુત્ર થાય. ઇ. સ. ૧૮૦૯માં તે પહેલી વાર હાઉસ ઑવ્ કામન્સમાં દાખલ થયો. બાપની માફક તે પણ પિટના અનુયાયીઓની સાથે રહ્યો. પર્સિવલે પીલને સંસ્થાનેાના નાયબ દિવાનની જગ્યા આપી; લિપ્લે તેને આયર્લેંડના ચીફ સેક્રેટરિ બનાવ્યો, ઇ. સ. ૧૮૧૨-૧૯. ઇ. સ. ૧૮૧૯માં Bullion Committe—નાણાંના વિષયની સમિતિનું પ્રમુખપદ પીલને મળ્યું. સમિતિના કામકાજમાં પીલે પેાતાના જ્ઞાનનો અને અનુભવને સારા લાભ આપ્યા. નાણાંને લગતા કાયદામાં જે સુધારાએ કરવામાં આવ્યા તેમાં પીલની સુચનાએ ઉપર ખાસ ધ્યાન અપાયું. ત્યાર પછી તેણે સ્વદેશ ખાતાના સેક્રેટરિનું કામ કર્યું, ઇ સ. ૧૮૨૧-૨૭, તે ઈંગ્લેંડના કાયદામાં અને પોલિસખાતામાં ઘણા અગત્યના સુધારા કર્યાં. વેલિંગ્ટન જ્યારે મુખ્ય મંત્રી થયા ત્યારે પીલે ફરી સ્વદેશખાતું હાથમાં લીધું. હવે તેને ચાક્કસ ખાત્રી થઈ ગઈ કે કૅથાલિકાને પાર્લમેંટમાં બેસવા દીધા સિવાય બીજો ઈલાજ નથી. પોતાના જીવનભરના સિદ્ધાંતાના રાજ્યહિત ખાતર તેણે ત્યાગ કર્યો અને ઇ. સ. ૧૮૨૯માં કૅથૉલિક બિલ પસાર કરાવ્યું. કૅથૉલિક સવાલ ઉપર તે પીલે નમતું આપ્યું; પણ પાર્લમેંટના સુધારાના વિષય ઉપર તે હજી જુના વિચારો ધરાવતા હતા. તેથી ઇ. સ. ૧૮૩૦માં વેલિંગ્ટન સાથે તેણે પણ રાજીનામું આપ્યું. ઇ. સ. ૧૮૩૨માં હાઉસ ઑવ્ ફૅામન્સને સુધારવામાં આવ્યું. નવી પાર્લમેંટમાં પીલે “ લિબરલ ” પક્ષને