________________
૩૬૦
લેાકેાને ધારા ધડવાના અગત્યના હક આપવામાં આવ્યા; ઉપરાંત કારભાર . લોકાને જવાબદાર રહે એવું સૂત્ર સ્વીકારવામાં આવ્યું. ક્રમેક્રમે આ સૂત્રો પ્રમાણે બધાં અંગ્રેજ સંસ્થાનાને વહીવટ ધડવામાં આવ્યા. કૅનેડાના લોકો હજી સુધી અંગ્રેજ સામ્રાજ્યની બહાર નીકળ્યા નથી.
તુર્કી, પામરચ્ચન ને પરદેશખાતું, ઇ. સ. ૧૮૩૭-૪ર.— સ્પેઈન, પોર્ટુગલ અને તુર્કીનાં પ્રકરણમાં પામરસ્ટને કેવું વલણ લીધું હતું તે આપણે ઉપર જોઈ ગયા છીએ. ઇ. સ. ૧૮૩૯માં મહમદ અલીએ ફરી સુલતાનના લશ્કરને હરાવ્યું. ફ્રાંસના લૂઈ ફિલિપિ મહમદ અલીને મદદ કરતા હતા. રશિઆ કાળા સમુદ્રમાં બળવાન થાય, કે ક્રાંસ ઇજિપ્તમાં ને સિરિઆમાં બળવાન થાય તે ઈંગ્લેંડના હિત વિરુદ્ધ હતું; તેથી પામરસ્ટને રશિ, ઑસ્ટ્રિ અને પ્રશિઆ સાથે લંડન મુકામે કરાર કર્યો, જુલાઈ, ઇ. સ. ૧૮૪૦. એ કરારથી તુર્કીને રક્ષણ મળ્યું, મહમદ અલીને હારીને સિરિઆમાંથી જવું પડયું, અને ક્રાંસ એકલું પડી ગયું. લૂઈ કિલિપિને આ કરાર માફક આબ્યા નહિ. પામરસ્ટન તા ફ્રાંસ સાથે લડવા પણ તૈયાર હતા. લૂઈ એ આવી તૈયારી જોઈ ત્યારે તેણે તુરત નમતું આપ્યું. લંડનના બીજા કરારમાં ફ્રાંસ પણ ભળ્યું, જુલાઈ, ઇ. સ. ૧૮૪૧. તુર્કીને સિરિઆ તે અરબસ્તાન પાછાં મળ્યાં; મહમદ અલીએ સુલતાનની હકુમત કબૂલ કરી; ઇ. સ. ૧૮૩૩માં રશિઆને આપેલા ખાસ લાભા હવે સુલતાને પાછા ખેંચી લીધા.
અફઘાનિસ્તાન.—પામરસ્ટનના પરદેશખાતાના કારભાર દરમ્યાન હિંદના ગવર્નર જનરલે અધ્ધાનિસ્તાન સામે પણ લડાઈ જાહેર કરી. એમાં રશિઅને પાછું પાડવાનો પામરસ્ટનનો હેતુ હતો, ઇ. સ. ૧૮૩૮-૪ર.
ચીન.—ચીનની સરકારે ઇ. સ. ૧૮૩૭માં હિંદના અીણની આયાતને બંધ કરી એટલે પામરસ્ટને લડાઈ જાહેર કરી. ચીનાઓ હારી ગયા. ઇ. સ. ૧૮૪૨ના નાર્કિંગના કરારથી ચીનની સરકારે હોંગકોંગના ટાપુ અંગ્રેજોને સ્વાધીન કર્યો, કૅન્ટેન્શન, એમાય, શાંગહાય, અને બીજાં એ અંદરાને વેપાર અંગ્રેજોને સોંપ્યા, તે ઉપરાંત મોટા દંડ ભર્યાં.
અલબત, આ બંને વિગ્રહેા ગેરવ્યાજબી હતા. બીજું, અફધાનિસ્તાન અને ચીન સાથે કરારા થયા તે વખતે મેલાને નહિ પણ સર રૉબર્ટ પીલ મુખ્ય કારભારી હતેા એ ખાસ યાદ રાખવાની જરૂર છે, જો કે બંને વિગ્રહેાની જવાબદારી પામરસ્ટનને શિર જ હતી.