________________
૩૫૯
અને પંડિતેા ઉપર પ્રીતિ ધરાવતા, તે ગરીમાને મદદ કરવામાં તે આગેવાન હતા. પણ તેનામાં વિશેષ પડતી ગંભીરતા હોવાથી અંગ્રેજો તેને બરાબર ઓળખી શકતા નહિ. પ્રિન્સ આલ્બર્ટ ઇ. સ. ૧૮૬૧ની આખરમાં મરી ગયા. રાણી વિકટારિઆ ઘણી ખિન્ન થઈ ગઈ. વીસ વર્ષ સુધી તેને શાક ગયા નહિ; સમાજમાં હરવું ફરવું તેણે હવે બંધ કર્યું; પ્રિન્સના મરણથી રાજ્યકારભારની બાબતમાં તે હવે એકલી થઈ ગઈ.
લૉર્ડ મેલખાર્નના કારભાર, ઇ. સ.;૧૮૨૭–૪૧.--વિકટારિઆ જ્યારે ઈંગ્લંડની રાણી થઈ ત્યારે લૉર્ડ મેલમાર્ન મુખ્ય પ્રધાન હતા. રાણી પોતે બાળક અને બિનઅનુભવી હોવાથી કારભારીઓમાં ફેરફાર થયા નહિ. મેલોાર્ન અનુભવી મુત્સદ્દી હતા. તેણે જુવાન રાણીને રાજ્યકારભારની હકીકતને સારો અનુભવ આપ્યા, અને દેશની રાજકીય અને આર્થિક પરિસ્થિતિમાં જે ક્રાંતિકારક પરિવર્તન થયું હતું તેને સાચો ખ્યાલ આપી છેલ્લા ત્રણ રાજાઓના અમલ દરમ્યાન તાજની વગ તથા ઈજ્જત જે ઘટી ગયાં હતાં તે વધાર્યાં. મેલમેાનેં પેની પેસ્ટેજ દાખલ કર્યું, તે પાર્લમેંટના કામકાજને બહાર પાડવાની છૂટ આપી.
કૅનેડામાં જવાબદાર રાજ્યતંત્ર; લૉર્ડ ડરહામના રિપોર્ટ, ઇ. સ. ૧૮૩૭–૪૦.—ઉત્તર કૅનેડામાં અંગ્રેજો વસતા; દક્ષિણ કૅનેડામાં ફ્રેંચા વસતા. બંને પ્રાંતેના રાજ્યવહીવટ ઈંગ્લેંડના નીમેલા ગવર્નરે પોતે નીમેલી કાઉંસિલેાની મદદથી ચલાવતા. દરેકમાં પ્રજાના પ્રતિનિધિઓની એકસભા તે બીજી ગવર્નરે નીમેલી સભા ધારા ધડતી. આ રાજ્યતંત્રમાં પ્રજાને કાંઈ સત્તા નહેાતી. ઇ. સ. ૧૮૩૭ની સાલથી કૅનેડાની પ્રજામાં અસંતોષ વ્યાપી રહ્યો હતા. ફ્રેંચ લોકોના આગેવાન પેપિને (Papineau)ને સ્વતંત્રતા જોઈતી હતી. ગવર્નરે પણ કડક સ્વભાવના આવ્યા. પરિણામે સંસ્થાનમાં બળવા થયા. ઇ. સ. ૧૮૩૮માં મેલમેને લૉર્ડ ડરહામને ગવર્નર જનરલ તરીકે માકલ્યું. તે કડક મિજાજી તે ક્રોધી હતા પણ તેના રાજકીય વિચાર। રૅડિકલ” હતા. તેથી તેના આવ્યા કેડે કૅનેડાનું ખંડ શાંત થયું નહિ, પણ તેણે પોતે તે સંસ્થાનની સામાન્ય પરિસ્થિતિ વિષે એક બહુ અગત્યનું નિવેદન અંગ્રેજ સરકારને રજુ કર્યું. એ નિવેદનના મુખ્ય સિદ્ધાંતા મેલાર્નના મંત્રિમંડળે સ્વીકાર્યાં. અંતે પ્રાંતેાને એક કરવામાં આવ્યા;