________________
૩૫૭
દરમ્યાન થાય તે પોતે પિલ લેકેને ખુશીથી મદદ કરશે. પણ પામરસ્ટને ના પાડી. હવે રશિઆના ઝારે પલંડના બળવાને દાબી દીધો ને તે દેશને જે કાંઈ પ્રજાકીય રાજ્યતંત્ર આપ્યું હતું તે પાછું ખેંચી લીધું. પામરસ્ટને આ કૃત્ય સામે વાંધો લીધો, પણ ઝાર તે વાંધા તરફ તદન બેદરકાર રહ્યો. ઝારે આ વખતે ઑસ્ટ્રિ અને પ્રશિઆ સાથેના આગલા કરારો તાજા કર્યા. ઈગ્લેંડે પશ્ચિમ યુરોપમાં કાંસની જોહુકમી રાજ્યનીતિ સામે આવી રીતે બીજી ને એકદમ વિરુદ્ધ રાજ્યનીતિ ઉભી કરી.
પામરસ્ટનની રાજ્યનીતિનાં સૂત્રો નીચે પ્રમાણે કહી શકાય: (૧) યુરોપમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું; (૨) બેલિજામ, હૉલંડ અને પેઈનમાં કાંસની સત્તા વધે નહિ એ જોવું; (૩) રશિઆને તુર્કી તરફ વધવા દેવું નહિ; (૪) Holy Alliance-હોલિ ઍલાયન્સનાં રાજ્યને યુરોપમાં દરમ્યાન થવા દેવા નહિ; (૫) ઈગ્લડે યુરેપિઅન રાજ્યમંડળ (Concert of Powers) માંથી ખસી જવું.
હિંદુસ્તાન, ઈ. સ. ૧૮૧૬–૩૭–આ વખત દરમ્યાન હેસ્ટિંગ્સ ગુર્માઓ પાસેથી ગઢવાલ, કમાઉન, વગેરે પ્રાંતો મેળવ્યા, ઇ. સ. ૧૮૧૬; અને મરાઠાઓને હરાવી મહારાષ્ટ્ર તથા મધ્ય હિંદમાં કેટલાક મુલકો મેળવ્યા. તેણે રજપુત રાજ્યોને રક્ષિત રાજ્ય બનાવ્યાં ને પિંઢારાઓને નાશ કર્યો, ઈ. સ. ૧૮૧૭-૧૮. ઍમ્ફર્ટે બ્રહ્મી રાજા પાસેથી આસામ, આરાસ્કાન ને તિનાસરિમના પ્રાંત લીધા, ઈ. સ. ૧૮૨૬. લૉર્ડ વિલિયમ બૅટેકે રણજિત સિંહ (શીખ મહારાજા), સિંધના અમરે ને ભાવલપુરના નવાબ સાથે રશિઆ સામે મિત્રતા કરી અને કુર્ગ, તથા કાચાર વગેરે કેટલાંક નાનાં રાજ્યોને કંપનિના મુલકમાં ભેળવી દીધાં. પંજાબ સિવાય આખો હિંદુસ્તાન હવે અંગ્રેજોના કબજામાં આવી ગયો ને ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ તે બધા પ્રદેશમાં સાર્વભૌમ સત્તા થઈ એ જ વખતે દેશના તમામ ભાગોમાં બ્રિટિશ સૂત્રો ઉપર રાજ્યવ્યવસ્થાની ઘટના કરવામાં આવતી હતી. આ ફેરફારનું સવિસ્તર વર્ણન અહિં આપવાની જરૂર નથી.
*વિગતવાર ઇતિહાસ માટે આ જ લેખકનો “હિદનો શાળોપયોગી ઈિતિહાસ ” જો.