________________
૩૫૬ (૩) સ્પેઇન–ઈ. સ. ૧૮૩૩ના સપ્ટેમ્બરમાં પેઈનને રાજા સાતમો ફર્ડિનન્સ મરી ગયો, તેથી ગાદી માટે તકરાર થઈ પહેલો, ઉમેદવાર મહંમ રાજાને ભાઈ ડૉન કાર્લા (Don Carlo) હતા. બીજી ઉમેદવારી મહેમ રાજાની સગીર કુંવરી ઈસાબેલા (Isabelln)ની હતી. ઈસાબેલાને તેની જુવાન મા ક્રિસ્ટિના (Christina) અને “લિબરલ” પક્ષની મદદ હતી, તેથી પામરસ્ટને પણ તેમને પક્ષ કર્યો. તેણે ઇ. સ. ૧૮૩૪ના એપ્રિલમાં કાંસ, ઈંગ્લેડ, પોર્ટુગલ અને સ્પેઇન વચ્ચે ચતુષ્પક્ષી કરાર કર્યો. પરિણામે કાર્યો પેઈન છેડી ગે. અને મિથ્થુએલ પોર્ટુગલ છોડી ગયે. ચતુષ્પક્ષી કરારથી ઑસ્ટ્રિઆ, રશિઆ ને પ્રશિઆની વગ પશ્ચિમ યુરોપમાં ઘટી.
(૪) તુક, રશિઆ. ને પલંડ–આપણે વેલિંગ્ટનના કારભારમાં જોયું હતું કે તેણે કૅનિંગના ધોરણને ત્યાગ કરી રશિઆને તુર્કીમાં વધારે વગવાળું થવા દીધું હતું. ઇ. સ. ૧૮૩૧માં ઇજિપ્તના સુબા મહમદઅલીએ પિતાના પુત્ર ઈબ્રાહીમ પાશા માટે સુલતાન પાસે મારિઆના ટાપુઓના નુકસાનના બદલામાં સિરિઆની માગણી કરી. સુલતાને ના પાડી એટલે ઈબ્રાહીમે સિરિઆ જીતી લીધું, અને તે ઠેઠ રાજધાની ઈસ્તંબૂલ સુધી ચાલ્યો ગયો. તુર્કીએ હવે યુરોપના રાજ્યની મદદ માગી. કાંસ ને ઈગ્લડ બેજિઅન સવાલમાં રોકાયાં હતાં; તેથી માત્ર રશિઆએ જ મદદ આપી. પણ ઝારને ઈસ્તંબૂલ મુકામે જોરાવર જેઈને યુરેપનાં રાજ્ય ચમક્યાં. તેઓ હવે વચ્ચે આવ્યાં અને સુલતાન પાસેથી ઈબ્રાહીમ પાશાને સિરિઆ અપાવ્યું. સુલતાને એ સલાહ તે માની, પણ તે જ સાથે ઇ. સ. ૧૮૩૩ના જુલાઈમાં તેણે ઝાર સાથે કરાર કર્યો ને રશિઆને ઘણું સારા લાભો આપ્યા. તુર્કી રશિઆનું લગભગ રક્ષિત રાજ્ય બની ગયું. પામરસ્ટન ગભરાયે. તેણે ઘણા વાંધાઓ ઉઠાવ્યા, પણ તેમાં તે ફાવી શક્યો નહિ. રશિઆની રાજ્યનીતિ બાબત હવેથી તેના મનમાં ચોક્કસ શક પેસી ગયે. આનું પરિણામ આપણે આગળ ઉપર જોઈશું.
ઈ. સ. ૧૮૩૦માં પલંડ રશિઆ સામે થયું કે તેણે પિતાની સ્વતંત્રતા જાહેર કરી. કાંસની સરકારે જાહેર કર્યું કે જે ઈગ્લેંડ