________________
૩૫ર
લીધી. ઈ. સ. ૧૮૩રના સુધારાથી મધ્યમ વર્ગના આગેવાને તુરતમાં મુખ્ય પદ ઉપર આવી શક્યા નહિ ને ઇ. સ. ૧૮૬૭ સુધી તે રાજ્યકારભાર અમીરોના હાથમાં જ રહ્યો. પણ તે વખત પછી રાજ્યકારભારની ને પાર્લમેંટની આગેવાની મધ્યમ વર્ગના લોકોના શિર ઉપર આવી. હાઉસ, ઑવુ લૉઝની વગ ઓછી થઈ. પ્રજાકીય શાસન (Democracy) યુગ હવે શરૂ થયો. જુના હિગ પક્ષનું ને જુના ટોરિ પક્ષનું હવે રૂપાંતર થઈ ગયું. વિહગ પક્ષ “લિબરલ” પક્ષ કહેવાય; ટેરિ પક્ષ કન્ઝર્વેટિવ પક્ષ કહેવાય. આ રૂપાંતર વિષે વિશેષ આપણે આગળ ઉપર જોઈશું.
લિબરલ પાલેમેંટ (1) અર્ધ ગ્રે, ઇ. સ. ૧૮૩૩-૩૪-હાઉસ ત્ કૅમન્સના બંધારણમાં સુધારો થયો એટલે તુરત જ જુની પાલેમેંટ બરખાસ્ત થઈ નવી ચૂંટણીમાં “લિબરલોની બહુમતિ થઈ ને તેમણે પિતાનાં વચને અનુસાર દેશના કારભારમાં અગત્યના સુધારાઓ કર્યા. આયર્લંડમાં રોમન કૅથલિક ખેડુત પ્રોટેસ્ટંટ જમીનદારને વીઘેટી ભરતા નહતા અને જુદાં જુદાં મંડળો સ્થાપી સરકારને ને વફાદાર લોકોને અસહ્ય કનડગત કરતા હતા; તેથી અર્લ ગ્રેએ ઘણા કડક કાયદાઓ કરી તેમને દાબી દીધા. લિબરલ પ્રધાનોએ અંગ્રેજ સંસ્થાનોમાં ગુલામીનો ધંધો બંધ કરા, ઈસ્ટ ઈન્ડિઆ કંપનિને નવો ચાર-પટ કરી આપી હિંદનો વેપાર પણ ખુલ્લો કર્યો ને હિંદને નવું રાજ્યતંત્ર આપ્યું, ઇંગ્લંડની બેંકની વ્યવસ્થામાં સુધારો કર્યો, પ્રાથમિક કેળવણીને માટે પહેલવહેલી જ સરકારી મદદ આપી, કારખાનામાં કામ કરતાં છોકરાંઓને માટે કામ કરવાના કલાકોમાં ઘટાડે કર્યો, ને આખા સામ્રાજ્યની અદાલતે ઉપર અપીલ સાંભળવા માટે પ્રિવિ કાઉંસિલની એક સમિતિને અદાલતમાં ફેરવી નાખી. પણ આઈરિશ ચર્ચના ઉત્પન્નના સવાલ ઉપર મંત્રિમંડળમાં મતભેદ થતાં અર્લ ગ્રેએ રાજીનામું આપ્યું, જુલાઈ ઈ. સ. ૧૮૩૪.
(૨) લૉર્ડ મેલબોર્ન–અર્લ ગ્રે પછી લૉર્ડ મેલબર્ન-વિલિયમ લૅબમુખ્ય પ્રધાન થયો. તેણે ગ્રેના સહકારીઓએ હાથમાં લીધેલો ગરીબેને રાહત આપવાની પદ્ધતિના સુધારાને કાયદો (Poor Law) પસાર કરાવ્યો.એ કાયદાથી અશક્ત પણ ગરીબ માણસો મધ્યમ વર્ગનાં સશક્ત ને કમાતાં માણસો ઉપર