________________
૩૫૧
તેફાને થયાં કરતાં હતાં. કોઈ આગેવાને નવું મંત્રિમંડળ ઉભું કરવા હા પાડી નહિ. અલ ગ્રે પાછો મુખ્ય મંત્રી થયો. જે અમીરે પાછા સામા થાય તે જરૂર પડતી સંખ્યામાં નવા અમીર ઉમેરવા, એવું લિખિત વચન રાજા પાસેથી તેણે લીધું. જુન માસમાં સુધારાના બિલ ઉપર રાજાએ સહી આપી. લોકોને જે જોઈતું હતું તે મળ્યું, જુન, ઇ. સ. ૧૮૩૨. .
ઈ. સ. ૧૮૩રના સુધારાને મુત્સદ્દો (Reform Bill of 1832).–હવે આપણે આ સુધારાના મુખ્ય મુદ્દાઓ તપાસીએ. બે હજારથી ઓછી વસતિવાળા પ૬ કસબાઓ (Boroughs)ને એકદમ મતના અધિકારથી બાતલ કરવામાં આવ્યા. ચાર હજારથી ઓછી વસતિવાળા ૩૦ કસબાઓમાં દરેકને બેને બદલે એક જ મત રહેવા દેવામાં આવ્યું. આ કૃત્યથી કુલ ૧૪૩ જગ્યાઓ ખાલી પડી. આ કુલ ૧૪૩ જગ્યાઓ નવાં ૪૪ શહેર, ૬૫ પરગણાઓ, ૨૧ કસબાઓ, ૮ સ્કૉલંડ ને ૫ આયર્લડ વચ્ચે વહેચી આપવામાં આવી. હાઉસ ઑવ્ કમન્સની કુલ સંખ્યા ૬૫૮ તે આગળ માફક કાયમ જ રાખવામાં આવી. કસબાઓમાં દસ પિંડનું વાર્ષિક ઘરભાડું આપનારાઓને ને પરગણુંઓમાં ૪૦ પિંડ આપનારાઓને તથા કેટલાએક ભાડુ વગેરેને પણ મત આપવાના અધિકારો મળ્યા. સ્કૉલંડમાં ને આયર્લંડમાં પણ ચગ્ય સુધારાઓ થયા. કુલ લગભગ સાડાચાર લાખ મતદારો ઉમેરાયા.
પરિણામે ઇ. સ. ૧૮૩૨ના સુધારાઓથી મધ્યમ વર્ગના દુકાનદારોને, કારીગરોને, ને ખેડુતોને રાજ્યકારભારમાં પ્રતિનિધિત્વ મળ્યું. જુના અમરેની સત્તા એટલે અંશે ઓછી થઈ પણ ખેડુતોએ અમીના ફરમાન મુજબ જ મતના અધિકારનો ઉપયોગ કર્યો, એટલે અમીરની સત્તા એકદમ ઝાઝી ઓછી થઈ નહિ. મજુરોને આ અધિકાર આપવામાં આવ્યો નહિ તેથી તેઓને અસંતોષ દૂર થયો નહિ. કેટલાએક લેખકો ને રૅડિકલ પક્ષના માણસ, માનવ જાતને મતને અધિકાર જન્મસિદ્ધ છે એ મુદા ઉપર, વધારે ઉદાર સુધારાઓ માગતા હતા, તેઓ પણ ૧૮૩૨ના સુધારાથી નિરાશ થયા. આ લોકોએ હવે વિશેષ સુધારાઓ માટેની પ્રવૃત્તિઓ ઉપાડી
* The bill, the whole bill, and nothing but the bill.