________________
૩૫૦
એક દેશોમાં પ્રજાઓને મતાધિકાર આપવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૮૩માં ફ્રાંસમાં પણ મધ્યમ વર્ગના લોકોને આગેવાનોએ જવાબદાર રાજ્યતંત્ર સ્થાપ્યું હતું. બેલ્જિઅમ હૈલંડથી સ્વતંત્ર થવાની હીલચાલ કરી રહ્યું હતું જો ઈગ્લેંડને વધારે આઝાદ અને સંતુષ્ટ કરવું હોય તે હાઉસ ઑવ્ કૉમન્સના બંધારણમાં સુધારો કર્યા સિવાય છૂટકે જ નહતો. સુધારકોમાં બે જાતના પક્ષ હતાઃ (૧) પહેલો પક્ષ વિહગ લેકોને હતા. તેઓ મધ્યમ વર્ગને મતને અધિકાર આપવા માગતા હતા, પણ તેથી આગળ જવા તેઓ ઈચ્છતા નહતા. (૨) બીજો પક્ષ રેડિકલ વર્ગને હતે. આ લોકોને મુખ્ય આગેવાન બ્રમ (Brougham) હતા. તેઓ એમ કહેતા કે દરેક પ્રજાજનને માતાધિકાર મળવો જોઈએ, ચુંટણી દર વર્ષે થવી જોઈએ, અને ચુંટણીનાં પરગણુઓ એકસરખાં હોવાં જોઈએ. આ બીજો પક્ષ હજુ બહુ બળવાન નહતા. તે પક્ષના અનુયાયીઓમાં લેખકે, ફિલસુફ, અર્થશાસ્ત્રીઓ, ને પરગજુઓ હતા. વિહગ આગેવાનો તેમની મદદથી પિતાના વિરોધીઓને ને રાજાને સુધારાના પક્ષમાં લાવી શક્યા અથવા તેમને ના પાડતાં અટકાવી શકયા. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
અર્લ ) અને સુધારાના બિલો, ઈ. સ. ૧૮૨૮-૩ર – અર્લ ગ્રેએ સુધારા ઉપર ભલામણો કે સૂચનાઓ કરવા એક નાની સમિતિ નીમી. તેની સૂચનાઓમાં સ્ટેજ સુધારા વધારે કરવામાં આવ્યા. પછી ઈ. સ. ૧૮૩રના માર્ચમાં રસલે હાઉસ ઑવ્ કૉમન્સમાં પહેલું બિલ રજુ કર્યું પણ તેમાં મંત્રિમંડળ લગભગ હારી ગયું, તેથી પાર્લમેંટને રજા આપવામાં આવી. નવા હાઉસ ઑવ્ કોમન્સમાં બિહગ લેકોની બહુમતિ થઈ અલે ગ્રે ફરી મુખ્ય પ્રધાન થશે. બીજું બિલ હાઉસ ઑવું કૅમન્સમાંથી પસાર થયું, સપ્ટેબર, ઈ. સ. ૧૮૩૧. પણ હાઉસ ઑવ્ લૉર્ડ્ઝમાં તે ઉડી ગયું. રસલે હવે ત્રીજું બિલ દાખલ કર્યું. હાઉસ ઑવ્ ર્ફોમન્સમાં તે સહીસલામતીથી પસાર થયું; પણ અમીરે પાછા સામા થયા. મંત્રિમંડળે રાજાને નવા અમીર ઉમેરવાની સલાહ આપી. રાજાએ ના પાડી. મંત્રીઓએ રાજીનામું આપ્યું. વિલિયમે હવે વેલિંગ્ટન, વગેરે જુદા જુદા આગેવાનોને દાબી જોયા. પણ દેશમાં તે સુધારાને નામે તોફાને ઉપર