________________
૩૫૩
બોજારૂપ થતાં બંધ થયાં ને તેમને સ્થાનિક સંસ્થાઓમાંથી એગ્ય મદદ મળવી જોઈએ એમ નક્કી થયું. દરમ્યાન રાજાને મંત્રીઓની રાજ્યનીતિનાં કેટલાંક કૃત્યે માફક ન આવવાથી અને મેલબર્ન (Melbourne) ને પિતાના સહકારીઓના સહકાર વિના કારભાર કરે મુશ્કેલ લાગતાં તેણે રાજીનામું આપ્યું, નવેંબર, ઈ. સ. ૧૮૩૪. પીલ હવે મુખ્ય મંત્રી થયો.
(૩) રોબર્ટ પીલ-કૉનઝર્વેટિવ પક્ષના સિદ્ધાંતે, ઈ. સ. ૧૮૭૫–મેલને રાજીનામું આપ્યું ત્યારે પીલ સિવાય બીજો કોઈ મુત્સદ્દી મુખ્ય મંત્રીનું કામ કરવા તૈયાર જણાયો નહિ. હાઉસ ઑવું કૅમન્સ ને પ્રજા “લિબરલ પક્ષનાં હતાં. પીલ પોતે કૌનઝર્વેટિવ હતો, તેથી લિબરલ બહુમતિ સિવાય રાજ્યકારભાર હાથમાં લેવો એ તેને માટે સલામત નહોતું. આ કારણથી પાર્લમેંટને રજા આપવામાં આવી. પીલે હવે નવા કઝર્વેટિવ પક્ષને રદીઓ બહાર પાડ્યો. તેમાં તેણે જણાવ્યું કે જુના ધોરણનો હું એકદમ નાશ કરવા માગતો નથી; નવા ધોરણને પણ હું તેની સાથે જ સ્વીકારું છું. રાજ્યતંત્રમાં યોગ્ય સુધારાઓ કરવા, રાજ્યતંત્રને સડેલો ભાગ દૂર કર, ઇ. સ. ૧૮૩૨ના કાયદાનું પાર્લમેંટનું બંધારણ દેશમાં દરેક રાજકીય પક્ષે સ્વીકારવું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ પ્રજામત પ્રમાણે કામ કરવું, ડિસેંટરને છૂટ આપવી, ખર્ચમાં ઘટાડે કરે, કાયદાઓને સુધારવા, ચર્ચના ઉત્પન્નને રાષ્ટ્રીય હિતમાં ખેંચવું, પણ રૅડિકલ પક્ષના વિચારો માન્ય ન કરવા, એ આ રદીઆનાં બીજાં મુખ્ય અંગો હતાં. ડિઝરાઇલિના વખત સુધી કોનઝર્વેટિવ પક્ષના રાજકીય સિદ્ધાંત આ રદીઓમાં આવી જાય છે.
પીલની પાર્લમેંટમાં કન્ઝર્વેટિવો વધારે સંખ્યામાં હતા, પણ લિબરલો” “રૅડિકલો” અને આઈરિશોના એકત્ર બળ સામે તેઓ ટકી શકે એવી મોટી સંખ્યામાં નહેતા. એકનેલ પાર્લમેંટનો “રાજા” થઈ ગયું હતું, કારણકે આઈરિશ સભ્યોને અનુમોદન સિવાય કોઈ પણ અંગ્રેજ પ્રધાનમંડળ સત્તા ઉપર ઝાઝો વખત નભી શકે એ અશક્ય થઈ પડયું હતું. પીલને પણ એ જ કડવો અનુભવ થયો. આયર્લંડના ચર્ચના #તે Tamworth Manifesto કહેવાય છે. ૨૩