________________
૩૪૮
ચૂક્યા હતા. ટેરિઓમાં બે પક્ષ હતાં (1) એલ્ડન અને એલેનબરે જેવા ટેરિઓ કોઈ પણ સુધારાની વિરુદ્ધ હતા. (૨) કૅનિંગના અનુયાયીઓ કૅથલિકો અને ડિસેંટરો સામેના કાયદાઓને રદ કરવા ઈચ્છતા હતા, પણ તેઓ પાર્લમેટના બંધારણમાં સુધારો કરવા ઈચ્છતા નહોતા. આ વખતે ટેરિ પક્ષમાં ખરી આગેવાની નહોતી; નહિતર બંનેને એક કરી ટેરિ સત્તાને પુનર્જીવન મળી શક્ત. ખરી રીતે, જુના ટેરિ પક્ષનું આયુષ્ય હવે પૂરું થઈ ગયું હતું. તે પક્ષના વિચારોમાં નવા સિદ્ધાંતનું બળ રેડવાની જરૂર હતી. તે બળ સામાન્ય પુરુષો આપી શકે જ નહિ. ચાળીસ વર્ષ પછી ડિઝરાઈલિએ આ નવું બળ સિંચ્યું ત્યાંસુધી તેઓ સત્તાથી વિમુખ રહ્યા.
લિટનનું રાજીનામું –રોમન કૅથલિક અને ડિસેટરના ફડચાથી વેલિંગ્ટનનો કારભાર ઘણો અણમાનીતો થઈ ગયો. કાસમાં દસમો ચાર્લ્સ પદભ્રષ્ટ થયો અને લૂઈ ફિલિપિ (Louis Phillippe) ની આગેવાની નીચે નિયંત્રિત રાજસત્તાની સ્થાપના થઈ. બેજિમમાં પણ આ વખતે સ્વતંત્રતા માટે ચળવળો થતી હતી. મંત્રિમંડળે આ ચળવળને અને ઈગ્લેંડના સુધારકોની પ્રવૃત્તિઓને વખોડી કાઢી એટલું જ નહિ, પણ વેલિંગ્ટન તો એટલે સુધી બોલી ગયો કે બ્રિટિશ પાર્લમેંટનું બંધારણ બીજી બધી ધારાસભાઓના બંધારણમાં ઉત્તમ છે અને જ્યાં સુધી પિતે કારભારી હશે ત્યાં સુધી પાર્લમેટના સુધારાને સવાલ કદી પણ તે હાથમાં લેશે નહિ. દેશમાં હવે લોકો સુધારાને નામે તેફાને ચડ્યા. તેઓએ વેલિંગ્ટનની ગાડીના કાચ ફોડી નાખ્યા. છેવટે ઈ. સ. ૧૮૩૦ના નવેંબર માસમાં સેનાપતિએ કારભારું છોડી દીધું. તે જ સાથે ટેરિઓની સત્તાને અંત આવ્યો અને ઘણું વર્ષ સુધી સત્તાથી ભ્રષ્ટ રહેલા વિહગ મુત્સદ્દીઓને કારભાર શરૂ થશે.
અલે ગ્રે (Earl Grey) અને ઈ. સ. ૧૮૩રને સુધારે, ઈ. સ. ૧૮૩૦-૩ર વિહગ મંત્રમંડળ–લિંટને રાજીનામું આપ્યું એટલે વિલિયમે વૃદ્ધ, અનુભવી, બાહોશ, પ્રમાણિક, અને ચુસ્ત હિગ
વેલિંગ્ટનના ગુણદોષ એક સુંદર વાક્યમાં બતાવવામાં આવ્યા છે– The Duke had an intellectual contempt for social equals and a social contempt for intellectual equals.