________________
૩૪૬
દેશને કારભાર હંમેશાં કડક રાખવામાં આવતા. કૅથૉલિક લેકેની ફરિયાદ ઉપર વિશેષ ધ્યાન અપાય એ મુદ્દા ઉપર કેટલાએક આઈરિશેએ ઈ. સ. ૧૮૧૦માં ને ઈ. સ. ૧૮૧૪માં એક કૅથલિક કમિટિ-કન્વેન્શનનામનું મંડળ ઉભું કર્યું. પણ આઇરિશ સરકારે તે મંડળને દાબી દીધાં. ઈ. સ. ૧૮૨૩માં કોનેલ (O'Connell) નામના કેથલિક આગેવાને, “કેથોલિક એસોસિએશન” ઉભી કરી. એ મંડળ બધા કૅથલિક પાસેથી કર ઉઘરાવતું. દેશનું રાજ્યતંત્ર પણ તેના સભ્યો સંભાળે એ પ્રકારની તેની
જના ઘડાવા લાગી. પાર્લમેંટના સભાસદ હંમેશાં આ મંડળની આજ્ઞા પ્રમાણે જ ચુંટાતા. ઇ. સ. ૧૮૨૮ના જુલાઈમાં કલૅર કાઉન્ટિ (Clare County)માં ફરી ચૂંટણી થઈ. કલૅન હાઉસ ઑવ્ કૉમન્સને પ્રોટેસ્ટંટ સભ્ય ફિટ્ઝજિલ્ડ હારી ગયે; કૉનેલ ચુંટાયે. પણ કૅથલિક હોવાથી હાઉસ ઓ કોમન્સમાં તે કાયદેસર બેસી શકે એમ નહોતું. મંત્રિમંડળની સ્થિતિ ઘણી કફોડી થઈ. કેથોલિક સામેના કાયદાઓ અથવા તે કોનેલની ચુંટણી, બેમાંથી એકને રદ કર્યા સિવાય બીજો ઉપાય નહતો. મંત્રિમંડળમાં પીસ પહેલાં કૅથલિક પક્ષનો વિરોધી હતું, પણ જ્યારે તેને દેશમાં સુલેહનો ભંગ થશે એમ લાગ્યું ત્યારે તે પણ સુધારકાના પક્ષમાં ભળે, ને કૅથલિક પ્રશ્ન ઉપર જ ફરી હાઉસ
ત્ કૉમન્સમાં આવ્યું. એક વફાદાર ને બાહોશ સેનાપતિની માફક વેલિંગ્ટન પણ હવે એ જ મત ઉપર આવ્યો. રાજા પણ માંડમાંડ મનાઈ ગયે, કારણ કે જ્યારે મંત્રીઓએ રાજીનામું આપ્યું ત્યારે બીજા માણસેએ તેમની જવાબદારી લેવા ના પાડી. ઇ. સ. ૧૮૨૦ના માર્ચ માસમાં રાજ્યકારભારમાં દાખલ થવા માટે કૅથલિકે ઉપર જે જે અંકુશ હતા તે લગભગ બધા દૂર કરવામાં આવ્યા. માત્ર રાજા અથવા તે રાજાને પ્રતિનિધિ (Reg ent), ઈંગ્લડ ને આયર્લડને લૉર્ડ ચૅસેલર, અને આયર્લંડને લૉર્ડ લેફટનન્ટ, એટલા હોદાઓ કઈ કેથોલિક ભોગવી શકે નહિ, એટલે અપવાદ મૂકવામાં આવ્યો. કૅથોલિક એસોસિએશનને ગેરકાયદેસર કરવામાં આવી.
વેલિંગ્ટને આઈરિશને આટલી છૂટ આપી પણ તે જ સાથે તેણે તેમને મતાધિકાર છીનવી લીધે; તેથી આયર્લંડના લેકે આ છૂટના