________________
૩૭૪૫
યુરોપીય વગ સામે થયા, પણ તે જ સાથે રશિઆનું બળ વધે એ તે ઈચ્છતા નહોતા. આ બધા મુદ્દાએ ભવિષ્યમાં પામરસ્ટને, ડિઝરાઇલિએ અને ગ્લેંડસ્ટને પોતાની રાજ્યનીતિમાં સ્વીકાર્યા. (૫) પરદેશખાતાને વ્યવહાર કૅર્નિંગ પ્રજા સમક્ષ બેધડક મૂકતા. અત્યાર સુધી આ વિષયમાં પ્રજા કાંઈ પણ જાણી શકતી નહિ.
વેલિંગ્ટનના કારભાર, ઇ. સ. ૧૮૨૮–૩૦.—કનિંગના મરણુ પછી ગાડરિચે (Goderich) થોડા વખત સુધી મુખ્ય પ્રધાનપણું કર્યું, પણ તેના સહકારીઓમાં મતભેદ થતાં તેણે રાજીનામું આપ્યું અને વેલિંગ્ટન કારભારી થયા, જાન્યુઆરિ, ઇ. સ. ૧૯૨૮. વેલિંગ્ટન પ્રમાણિક, બાહાશ, અને પ્રજાપ્રિય હતા; પણ જુદા જુદા પક્ષને મનાવવામાં તદ્દન અશક્ત હતા. પોતાના સહકારીઓના વિચારો ઉપર્ ધ્યાન આપવાનું તેને ગમતું નહિ, તેથી તેનેા કારભાર ઘણા નિષ્ફળ નીવડયા. ગ્રીક કિસ્સાને તેણે કેવા બગાડી નાખ્યા તે આપણે ઉપર જોઈ ગયા છીએ. પોર્ટુગલમાં પણ તેણે કૅનિંગના ધેારણના ત્યાગ કર્યો. રાજાની વતી રાજ્યનો કારભાર કરવા, રાજ્ય તરફ પેાતાનું કર્તવ્ય કરવું, એ સિવાય ખીજી કોઈ પણ મહત્ત્વાકાંક્ષા તેને નહોતી. દેશમાં સુલેહને જરા પણ ભંગ થાય તે તેને તાબડતાખ દાખી દેવા જોઈ એ એમ એક ખરા સેનાપતિની માફક તે માનતા હતા. વેલિંગ્ટને રસલના મુત્સદા ઉપર ઇ. સ. ૧૮૨૮માં ટેસ્ટ અને કારપેારેશન ઍકટા રદ કર્યા. આ બાબતને ઇતિહાસ નીચે વધારે વિગતવાર આપ્યા છે.
આયર્લૅડ અને કૅથૉલિકાને અપાએલી છૂટ.આયર્લેંડના કૅથાલિકાને રાજ્યતંત્રમાં જરા પણ પ્રવેશ મળી શકતા નહોતો. કૅથૉલિક સવાલ ઉપર પિટે ઇ. સ. ૧૮૦૧માં રાજીનામું આપ્યું ત્યારથી જુદા જુદા મુત્સદી તે બાબત પાર્લમેંટમાં જુદી જુદી વેળાએ મુત્સદા, ઠરાવેા, વગેરે લાવતા, પણ ધણા ખરા સભ્યા એ સવાલની વિરુદ્ધ હતા એટલે એમના પ્રયત્નો સફળ થતા નહિ. દરમ્યાન આયર્લેંડમાં સુલેહને ભંગ થશે એવી ધાસ્તી તે અંગ્રેજ મંત્રિમંડળને કાયમ રહેતી હતી અને તેથી તે