SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ પહોંચે. વળી રશિઆમાં ને ઈગ્લંડમાં બાયરન કવિએ આ બાબતમાં ખાસ ભાગ લીધે. ગ્રીક બંડ પ્રજાને ને સરકારને ઘણું ભાન્ય હતું, પણ ઝારને ગ્રીસ ઉપર પિતાને કબજે રાખવો હતે. આ રાજ્યનીતિ ઝીને, સુલતાનને, ને કૅનિંગને જરા પણ રચતી નહોતી. પરિણામે બધા પક્ષ વચ્ચે કેટલીએક વાટાઘાટો પછી ઈ. સ. ૧૮૨૬ના જાન્યુઆરિ માસમાં સેન્ટ પિટર્સબર્ગ મુકામે એક કરાર કરવામાં આવ્યો, ને તેમાં સુલતાનના નામના અમલ નીચે ગ્રીસની સ્વતંત્રતા સ્વીકારવામાં આવી. પણ સુલતાને આ કરાર મંજુર રાખે નહિ. કૅનિંગે હવે લંડનના કરારથી કાંસને પણ પિતાના પક્ષમાં લીધું, જુલાઈ, ઈ. સ. ૧૮૨૭. સુલતાનના નૌકાસૈન્યને મિત્રરાજ્યના નૌકાસૈન્ય નેરિને (Navarino) પાસે હરાવ્યું, અકટોબર, ઈ. સ. ૧૮૨૭. પણ ઑગસ્ટમાં કેનિંગ મરી ગયો; વેલિંગ્ટનના હાથમાં રાજ્યનું સુકાન આવ્યું. તેણે કૅનિંગના ધોરણને ત્યાગ કર્યો. ઝાર નિકોલસે તર્કો સામે લડાઈ જાહેર કરી. સુલતાનનું લશ્કર હારી ગયું. પરિણામે રશિઆને કાળા સમુદ્રમાં ને તુર્કોને કેટલાક યુરોપીય પ્રદેશોમાં સારા લાભો મળ્યા અને ગ્રીસ સ્વતંત્ર થયું. પરદેશખાતામાં નવા ધોરણને સ્વીકાર–ઠેનિંગનું ધોરણ ઇંગ્લંડના પરરા સાથેના વ્યવહારના ઈતિહાસમાં ક્રાંતિકારક ગણાય છે. (૧) કેનિંગે યુરોપનાં રાજ્યના રાષ્ટ્રીય પક્ષોને દબાવવાના ધોરણ સામે ઇંગ્લંડની પ્રજાને કેળવી. (૨) પરિષદો મારફત યુરોપની પરિસ્થિતિને વિચાર કરવાની પ્રથાને પણ તેણે તેડી નાખી. (૩) તેણે કાંસને અમેરિકામાં અને સ્પેઈનમાં દરમ્યાન થતું અટકાવ્યું. (૪) કૅનિંગ તુર્કીની *The man Canning was a revolution in himself-seras. tIf France occupied Spain, was it necessary in order to avoid the consequences of that occupation, that we should blockade Cadiz ? No, I looked another way-I sought materials of compensation in another hemisphere. Contemplating Spain, such as our ancestors had known her, I resolved that if France had Spain, it should not be Spain with the Indies. 1 called the new world into existence to redress the balance of the old. કૅનિંગના ભાષણમાંથી.
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy