________________
૩૪૨
આવતા Navigation Aetને રદ કરી દેશના વેપારને તે મુખ્યત્વે વહાણવટાને ઉત્તેજન આપ્યું; મજુરોનાં મંડળેા (Trade Unions)તે કાયદેસર કર્યાં; રાષ્ટ્રીય દેવું એછું કર્યું; તે કેટલાક ગેરવ્યાજબી કરેા માક્ કર્યા. ઇ. સ. ૧૮૨૭ના ફેબ્રુઆરિમાં લિવપૂલ માંદો પડવાથી કારભારથી નિવૃત્ત થયે એટલે મંત્રિમંડળમાં પણ ફેરફાર થયા.લિવર્મૂલે પંદર વર્ષ સુધી મુખ્ય મંત્રી તરીકે કામ કર્યું હતું. તે ઉદાર ટારિ હતા અને પીલ, કૅર્નિંગ, હસ્ટિસન તે રાજિન્સન જેવા બાહેાશ મુત્સદ્દીઓને વિશ્વાસમાં લઈ ટારિ પક્ષની શૂન્ય રાજ્યનીતિને રચનાત્મક સ્વરૂપ આપી શક્યા હતા. તેના પછી કૅનિંગ મુખ્ય પ્રધાન થયા પણ થોડી જ મુદ્દતમાં તે મરી ગયો, જુલાઈ, ઇ. સ. ૧૮૨૭.
કૅનિંગ.—કનિંગ જ્યારે મુખ્ય પ્રધાન થયા ત્યારે તેની ઉંમર ૫૭ વર્ષની હતી. તેણે પરદેશખાતાની નાયબ દિવાની ને મુખ્ય દિવાની કરી હતી, અને હિંદના ખેર્ડમાં, નૌકાખાતામાં, વેપારના ખેાર્ડમાં અને બક્ષીગીરી ઉપર તેણે જુદી જુદી નાકરી કરી હતી. તે ઇ. સ. ૧૮૨૨માં હિંદના ગવર્નર જનરલ નિમાયા, પણ કૅસન્નેના મરણને લીધે હિંદ ન જતાં તે પરદેશખાતાના પ્રધાન થયા. ફૅસબ્રે તે કનિંગ વચ્ચે અણબનાવ રહેતા અને એક વાર તે બંને વચ્ચે દ્વંયુદ્ધ પણ થએલું. કૅર્નિંગ અર્કને અને પિટના ખરા ચેલા હતા-રામન કૅથાલિકાને છૂટ આપવી, કરપદ્ધતિમાં ઍડમ સ્મિથના અર્થશાસ્ત્ર પ્રમાણે ફેરફારા કરવા, વેપારને છૂટ આપવી, ગુલામી બંધ કરવી, મજુરાની સ્થિતિ સુધારવી, રાજ્યવહીવટને સુધારવા પણ પાર્લમેંટના બંધારણને સુધારવું નહિ, એમ તે માનતા હતા. કૅનિંગ સારા વકતા તે કવિ હતા.
કૅનિંગ અને યુરોપ, ઇ. સ. ૧૮૨૨-૨૭; સ્પેઇન, દક્ષિણ અમેરિકા, ગ્રીસ અને પોર્ટુગલ.—કૅર્નિંગ જ્યારે લિવપૂલના મંત્રિમંડળમાં પરદેશખાતાના પ્રધાન થયા ત્યારે તેને ચાર બાબતેાના નિકાલ કરવાને હતાઃ (1) શ્રીકાએ તુર્કીના અમલ સામે ખંડ ઉઠાવ્યું હતું અને રશિઆ તે તુર્કી વચ્ચે લડાઈ સળગે એવા ભય રહેતા હતા. (૨) સ્પેઇનના રાજાએ પેાતાની પ્રજાના હુકા છીનવી લીધા હતા અને ક્રાંસ તેને મદદ કરવા