________________
૩૪૬
તે જરા પણ ગમતી નહિ. તે એક રોમન કેથોલિક વિધવા-મિસિઝ ફિટ્ઝ વિલિયમ-સાથે ખાનગી લગ્ન કરી બેઠો હતો. આ કારણથી રાજાને રાણી સાથે છૂટા છેડા જોઈતા હતા. કેરેલિના ઈ. સ. ૧૮૧૪થી દેશાવરમાં ફરતી હતી. પણ ત્યાં તેને ઈંગ્લંડની રાણીને ઘટતું માન આપવામાં આવ્યું નહિ તેથી તે ઈ. સ. ૧૮૨૦માં ઇંગ્લેંડ પાછી આવી. લોકોએ તેને નિર્દોષ ને દયાપાત્ર માની. છૂટા છેડાનો ખરડો પાર્લમેંટમાં માંડ માંડ પસાર થઈ શકશે એમ લાગતાં કારભારીઓએ તે વાતને જતી કરી. લોકો હર્ષઘેલા થઈ ગયા. ત્રણ ત્રણ રાત સુધી તેઓએ લંડનમાં રોશની કરી, પણ રાજા એકનો બે થયો નહિ. અભિષેક (Coronation) વખતે રાણીને વેસ્ટમિન્સ્ટર એબીનાં બારણાં આગળથી ધક્કો મારી કાઢી મૂકવામાં આવી. આ હડહડતા અપમાન પછી તે બિચારી તુરત મરી ગઈ ઑગસ્ટ, . સ. ૧૮૨૭. રાણીના કિસ્સાથી લિવપૂલને કારભાર ઘણે વગેવાયો.
લિવપૂલને કારભાર, ઇ. સ. ૧૮૨૮-ર૭ હસ્કિસનનું અર્થશાસ્ત્ર. પીલના સુધારાઓ –ચેથા જ્યોર્જના અમલ દરમ્યાન ટેરિઓને કારભાર ચાલુ રહ્યો અને પહેલાં સાત વર્ષ સુધી સાધારણ શક્તિને, પણ અનુભવી ને બધાનાં મન સાચવી લેવામાં કુશળ, અને વૃદ્ધ લિવપૂલ મુખ્ય મંત્રી તરીકે રહ્યો. શરૂઆતમાં જ લંડનમાં કેટલાકોએ કારભારીઓને મારી નાખવાનું એક કાવતરું કર્યું પણ તેઓ પકડાઈ ગયા. આ કાવતરું Cato Street Conspiracy કહેવાય છે. ઇ. સ. ૧૮૨૨ના ઑગસ્ટમાં કેસ આપઘાત કરી મરી ગયો તેથી કૅનિંગ પરદેશ ખાતાના પ્રધાન થયે; કૅનિંગની સાથે જ પીલ સ્વદેશ ખાતાના પ્રધાન થયે. તેણે ઈંગ્લંડના કાયદાઓની ગેરવ્યાજબી સખ્તાઈ રદ કરી અને પિોલિસ ખાતાને સુધાર્ય. રોબિન્સન ખજાનચી થયો. ઈ. સ. ૧૮૨૩માં હસ્કિસન (Huskisson) વેપારના બોર્ડને પ્રમુખ થયું. તે પિટને ચુસ્ત ચેલો હતો ને અર્થશાસ્ત્રનો સારો માહિતગાર હતો. તેણે જગતમાં ફેરફાર કરી ઈગ્લેંડના રેશમી ને ગરમ કાપડના અને લોઢાના ઉદ્યોગોને ઉત્તેજન આપ્યું; હિસાબી ખાતું સુધાર્યું કૅમવેલના વખતથી ચાલતા