________________
૩૩૯
દરમ્યાન થતું ગયું. મજૂરવર્ગ બળવાન થયો. તેમનાં મંડળો (Trade Unions) સ્થપાયાં. તેમના આગેવાનોને વહીવટી તાલીમ મળી. આ પરિવર્તનનું પરિણામ આપણે વીસમી સદીના ઇતિહાસમાં જોઈ શકશું. આ જ કારણોથી Socialism-રાજ્યસત્તાવાદને ઉદય થયો. સમાજની દરેક પ્રવૃત્તિમાં રાજ્ય દરમ્યાન થવું જોઈએ એટલું જ નહિ, પણ સમાજની કેટલીક પ્રવૃત્તિઓનો વહીવટ પણ રાજ્યસત્તાએ પિતાના શિર ઉપર લઈ લેવો જોઈએ. એ રાજ્યસત્તાવાદ (Socialism) હવે ઉભે થે.
ઓગણીસમી સદીમાં વિજ્ઞાનનું પણ સારું પિષણ થયું. વિજ્ઞાન (Science)ની શોધખોળો હુન્નરઉદ્યોગોને લાગુ કરવામાં આવી; કાયદાઓ ઉપર પણ તેમની અસર થઈ. રેલ્વે, તાર, ટેલિફોન, આગબોટ, વગેરેથી સમાજના ને રાષ્ટ્રના જીવનમાં મોટા ફેરફાર થયા
ધર્મની બાબતમાં લોકોને પૂરી છૂટ મળી. લોકે શાસ્ત્રીય ને ઐતિહાસિક દ્રષ્ટિથી ધર્મને અભ્યાસ કરવા લાગ્યા. અંગ્રેજી ચર્ચમાં પણ વિશેષ સ્વતંત્રતા આવી, ને બિશપે ને કલજિઓ હવે લેાકોની ધાર્મિક ઉન્નતિ તરફ વિશેષ લક્ષ આપવા મંડ્યા. અંગ્રેજ મુત્સદીઓએ લોકોની કેળવણી માટે બંબસ્ત કર્યો.
પર રાજ્યો સાથેના સંબંધમાં અંગ્રેજ પ્રવૃત્તિઓમાં ફેરફાર થયો. આ સૈકામાં ઈંગ્લેંડ હિંદુસ્તાનમાં સાર્વભૌમ થયું. ઓસ્ટ્રેલિઆ, આફ્રિકા ને એશિઆમાં અંગ્રેજોએ સંસ્થાનો વસાવ્યાં. તેમાંના કેટલાંકને કાળક્રમે “સ્વરાજ્ય આપવામાં આવ્યું. આખી દુનિયા ઉપર અંગ્રેજો હવે ફરી વળ્યા, તેથી તેમની રાજ્યનીતિમાં ફેરફાર થયો. દુનિયાના તમામ રાજ્ય સાથે ઈગ્લેંડને જુદા જુદા સંબંધો કરવા પડ્યા. ઈગ્લેંડની સત્તા દુન્યવી સત્તા (World Power) થઈ
આ સૈકામાં દુનિયાની રાજકીય પરિસ્થિતિમાં પણ જાણવાજોગ ફેરફાર થયા. યુરોપમાં ઇટલિમાં ને જર્મનિમાં રાષ્ટ્રીય રાજ્યતંત્ર ગોઠવાયાં. તુર્કીની યુરોપીય સત્તા નબળી પડી. નવાં બાલ્કન રાજ્ય જમ્યાં. અમે રિકા ને જાપાન પ્રથમ પંક્તિનાં રાજ્યની કટિમાં મુકાયાં. હિંદમાં ને ચીનમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને જન્મ થશે. રશિઆનું મહારાજ્ય બહુ વધ્યું.