SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પ્રકરણ ૨૬મું નવા યુગને અવતાર ગિણુસમી સદીના અંગ્રેજી ઈતિહાસનાં મુખ્ય લક્ષણેઈ. સ. ૧૮૧૫ની સાલ પછી આપણે જુદા જ યુગમાં પ્રવેશ કરીએ છીએ. ઓગણીસમી સદીમાં ઇતિહાસ સમજવાનાં સાધનો રોજ રોજ વધતાં ગયાં અને તેથી ઇતિહાસના લેખકેની ફરજમાં પણ મોટું પરિવર્તન થઈ ગયું. આ સૈકામાં રાજ્યતંત્ર પ્રજામતને અનુકૂળ થયું. ઇ. સ. ૧૮૩રના સુધારાથી હાઉસ ઑવ્ કૉમન્સનું બંધારણ ફરી ગયું, જુની અમીરાતની રાજ્યસત્તા તુટી પડી અને મધ્યમ વર્ગના લોકોનું બળ વધ્યું. ઈ. સ. ૧૮૬૫ સુધી જુની અમીરાતના આગેવાને રાજ્યસત્તા ઉપર ટકી શક્યા; પણ ત્યાર પછી મધ્યમ વર્ગના આગેવાને મુખ્ય સત્તા ઉપર આવવા લાગ્યા. ઇ. સ. ૧૮૬૭માં શહેરના કારીગરોને પણ મતને અધિકાર મળ્યો. ઇ. સ. ૧૮૮૪માં ગામડાઓના મજુરને પણ તે જ અધિકાર આપવામાં આવ્યું. પરિણામે એ લોકોના પ્રતિનિધિઓ પાર્લમેંટમાં દાખલ થયા. વર્તમાનપત્રોની ને ભાષણની પ્રથાથી લગભગ સમસ્ત અંગ્રેજ જનતા હાઉસ ઑવ્ કૉમન્સની ચુંટણીમાં સામેલ થઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લેકન્ન થઈ. અંગ્રેજી સંસ્થાનેને પણ જવાબદાર રાજ્યતંત્ર મળ્યું. જેમ જેમ પાર્લમેંટમાં લોકજ્ઞ પ્રતિનિધિઓ વધારે પ્રમાણમાં દાખલ થતા ગયા તેમ તેમ રાજ્યની પ્રવૃત્તિઓ પણ વધી પડી અને સમાજના જીવનના દરેક પ્રદેશમાં રાજ્ય and were a perpetual bar to efficiency. X X X British statesmen had yet to learn that there is only one safe system of insurance against revolution—the conviction in the heart of every citizen, however humble, that he is really a partner in the best life which his state exists to promote. Pp. 484-86 in England under the Hanoverians, by Robertson. આ સ્થિતિ સાથે આપણું વર્તમાન દશા સરખાવે; શું આપણું દશા કેટલીક બાબતમાં વધારે સારી નથી ?
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy