________________
૩૩૪
તે જ પક્ષના માણસે રવિવારના દિવસોએ ખાનગી નિશાળમાં મત શિક્ષણ આપતા. વિલ્બરફેર્સ આ પક્ષને માણસ હતે.
આ જમાનામાં ઈગ્લેંડમાં નાના ગુન્હાઓ માટે પણ ભયંકર સજાઓ થતી. ચીભડું ચોરનારને ફાંસીની સજા થતી એમ કહીએ તે પણ જરાય અતિશયોક્તિ કહેવાશે નહિ. સ્ત્રીઓને પણ જીવતી બાળી મૂકવામાં આવતી. ગુન્હેગાર ઉપર ભાર પણ ઘણો વખત પડત. કેદખાનાંની સ્થિતિ ઘણી ભયંકર હતી ને કેદીઓ કેદ પૂરી થયે ઉલટા વધારે ભયંકર ગુન્હાઓ કરી આવતા. ઇ. સ. ૧૭૭૩થી જહોન હાવર્ડ નામના પરગજુ અંગ્રેજે આ બાબત ઉપર લોકોનું ધ્યાન ખેંચ્યું. રસ્તાઓ ઉપર જરાપણ જાનમાલની સલામતી નહોતી. પોલિસ એકદમ નાદાર હતી. આ વખતે જુના બંદરોને સુધારવામાં આવ્યાં ને નવા બંદરે ઉભાં કરવામાં આવ્યાં.
અમેરિકા અને કાંસ સામે લડાઈઓ થવાથી કાંઈ ઈગ્લડનો વેપાર ઘટ નહિ. ઈગ્લેંડ દરિયા ઉપર તો સાર્વભૌમ જ રહ્યું હતું તેથી વેપાર વધ્યું. ઍડમ સ્મિથના લખાણ ઉપરથી વેપાર ઉપરના અંકુશો ધીમે ધીમે દૂર થતા ગયા. માલ તૈયાર કરવાની પદ્ધતિઓમાં મેટા મોટા ફેરફારો થયા. માલની હેરફેર કરવાનાં સાધને પણ વધ્યાં. પાણું, હવા ને વરાળના બળે યંત્રો ચાલતાં થયાં. મૂડી વધી. ઈગ્લંડનો ઉત્તર પ્રદેશ ધનાઢય થતો ગયો. રસ્તાઓ ને નહેર સુધરતાં વેપાર પણ સરળ થ. લોઢું તૈયાર કરતી વેળા કોલસાને ઉપયોગ થઈ શકે છે એમ ખબર પડતાં ઈગ્લેંડમાં લોઢાનાં કારખાનાં નીકળ્યાં. રૂ પીંજવાનું, કાંતવાનું, વણવાનું ને સાફ કરવાનું કામ પણ હવે હાથને બદલે યંત્રથી થવા લાગ્યું. પહેલાં તે ખેડુત ફાલતુ વખત કાંતવામાં ગાળતા હવે યંત્રો થતાં તેમનું કામ ચાલ્યું ગયું. ચા તૈયાર કરતાં વરાળનું જેસ જોઈ જેઈમ્સ વૉટે (Watt) ઈજિન તૈયાર કર્યું, ઇ. સ. ૧૭૬૪. ઈ. સ. ૧૮૬૭માં હારીલ્સ (James Hargreaves) નામના વણકરની શેધથી એક છોકરું પણ એક મેટા માણસથી આઠગણું વધારે સુતર કાંતી શકતું થયું. ઈ. સ. ૧૭૬૮માં આર્થરાઈટ (Arkwright) નામના હજામે પાણીથી ચાલતું કાંતવાનું યંત્ર ઉપજાવી કાઢયું સેમ્યુઅલ ક્રોમ્પટન નામના માણસે