________________
૩૩૫
બંનેની યુક્તિઓને એક કરી વધારે સુધારા કર્યાં. ચરખા સાથે શાળા પણ સુધારવામાં આવી. કાર્ટરાટ નામના પાદરીએ આ કામ કર્યું. તે સાથે બીજી વિજ્ઞાનની શોધખેાળા થઈ. ઇ. સ. ૧૭૮૦ની સાલથી વરાળયંત્રા વપરાવા લાગ્યાં. લેંકેશાયર કાપડના ઉદ્યોગનું મોટું ધામ થયું. ખેતીને બદલે વેપાર લોકોને ગમવા લાગ્યા. અમેરિકાથી ને હિંદુસ્તાનથી ઈંગ્લેંડ કપાસ મંગાવતું થયું ને તે કપાસનું કાપડ બનાવી તે દેશાવર મોકલવા મંડયું. આ વખતમાં બ્રિટિશ ટાપુઓની વસતિમાં પણ દોઢગણા વધારો થયો. પરિણામે મૂલી (Labour)નું મૂલ્ય (Wage) ઘટી ગયું. ખારાક વધારે ખપવા લાગ્યા તે તેની કિંમત પણ વધી ગઈ. ઇ. સ. ૧૭૬૦માં ઈંગ્લેંડથી અનાજ બહાર જતું. ઇ. સ. ૧૮૧૦ની સાલથી અનાજ ઈંગ્લેંડમાં આવવા લાગ્યું. હુન્નર સાથે ખેતી પણ સુધરી ને શાસ્ત્રીય બની. પશુઓની ઉછેરમાં સુધારા થયા. આ બાબતમાં આર્થર યંગ નામના અંગ્રેજ સારૂં કામ કરી ગયા છે. નાના જમીનદારાએ પેાતાની જમીન માટા મોટા જમીનદારાને વેચી દીધી. ખાતર સારૂં વાપરવું, જમીનમાંથી જુદા જુદા પાકા લેવા, અને ઉત્પન્ન વધારવું, એ ખેતીના મુખ્ય હેતુ ગણાવા લાગ્યા. વેરાન જમીન પણ ખેડાઉ જમીન થઈ.
મજુરવર્ગ હજી પરાધીન હતા. તેને હડતાળ પાડવાનેા કે મંડળેા યેાજવાનો હક નહોતા. વેપારરાજગાર વધવાથી તે યંત્રની શોધથી છેકરાંએ તે સ્ત્રીઓ પણ કારખાનામાં જઈ મોડી રાત સુધી કામ કરતાં. રાજ્ય તરફથી તેમને બચાવ હજુ સુધી થતા નહેાતા, કારણ કે તે વખતે લાકા દરમ્યાન થવાથી વિરુદ્ધ હતા. પણ ધીમે ધીમે કેટલાક પરગજુ લોકોએ આ બાબત હાથમાં લીધી તે રાજ્યની મદદ લઈ નિરાધાર લેાકેાની સ્થિતિ સુધારી.
આ ફેરફારને ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવે છે. તેનાં ત્રણ પરિણામે આવ્યાંઃ (૧) ધરગથુ હુન્નરઉદ્યોગો નાશ પામ્યા. તેમને બદલે આહાશ વેપારીઓની દેખરેખ નીચે શહેરામાં કારખાનાં ઉભાં થયાં.