________________
૩૩ર
આંધળો રાજા જે દસ વર્ષ થયાં ભાન પણ ગુમાવી બેઠે હતે. ઈ. સ. ૧૮૨૦ના જાન્યુઆરની ૨૮મી તારીખે તે મરી ગે. એના ગુણદોષો આપણે આગળ તપાસી ગયા છીએ. તે સાત પુત્ર ને પુત્રીઓ મૂકતે ગયો.
પ્રકરણ ૨૫મું વાલ્મયઃ સમાજ; હુન્નરઉદ્યોગ, ઔદ્યોગિક ક્રાંતિ (Industrial Revolution). અર્થશા -ત્રીજા જ્યોર્જના અમલમાં હિંદુસ્તાનથી ને દેશાવરથી મોટી કમાણી કરી ઘણા લોકો સ્વદેશ પાછા ફરતા. લોકો તેમને “નવાબ” કહેતા. સ્વદેશ આવી તેઓ જમીન ખરીદતા, વેપાર કરતા ને પાર્લમેંટમાં ઘુસતા. પૈસો, વગ, દરજ્જો અને રાજ્યસત્તા માત્ર થોડાક લોકો પાસે જ હજુ હતાં. તેઓ પાર્લમેંટમાં ને પિતાના ગામોમાં સારી વગ ધરાવતા. એમાંના કેટલાએક તે જબરદસ્ત જુગાર ને શરતો ખેલતા. ફેકસ ૨૫ વર્ષની ઉંમરે દોઢ લાખ પિંડ ગુમાવી બેઠો હતો. સ્ત્રીઓ પણ જુગાર ખેલતી. એ જ લોકો મોટા દારૂડીઆ હતા; છતાં તેઓ રાજકીય બાબતો ઉપર ઉમંગથી વિવાદે કરતા અને ફોકસ તે નવા હિંગને સરદાર લેખાતે. તકરાર થતાં લેકે હૃદયુદ્ધ કરતા, જો કે સૈકાની આખરમાં તે પ્રથા ઓછી થઈ ગઈ નાના પિટે એક વાર ખાલી ઠંદ્વયુદ્ધ પ્રતિપક્ષી ટીન (Tierney) સાથે કર્યું હતું અને તે માટે રાજાએ તેને ઠપકો પણ આપ્યો હતો. અંગ્રેજો સૈકાનાં છેલ્લાં વર્ષોમાં ફેંચના જેવો પિશાક પહેરવા લાગ્યા. લોક નાટકોના શોખીન થયા. નાટકની શિષ્ટતા સુધરી. આ જ વખતમાં અભિનયકળા પણ સુધરી. ગોલ્ડસ્મિથ ને શેરિડન સારાં નાટકો લખી ગયા છે. લોકો જુદી જુદી જાતની સાઠમારીઓમાં રસ લેતા. રસ્તાઓને સુધારવામાં આવ્યા, એટલે મુસાફરી પણ સસ્તી અને સવડવાળી થઈ શકી અને મધ્યમ વર્ગનાં માણસો પણ મુસાફરીના લાભ લઈ શક્યા. એ જ કારણથી વાંચનનો શેખ વધ્યું. આ જમાનામાં છાપાઓ દ્વારા, પત્રિકાઓ દ્વારા, ને પુસ્તિકા -દ્વારા લેખકો ને વિચારકે પિતાના વિચારને સમાજમાં ફેલાવતા. ઠેકઠેકાણે વાંચનાલયે અને પુસ્તકાલયે સ્થપાયાં. લેખકોએ કૃત્રિમતા છેડી દીધી.