________________
૩૩૧
મજુરની ભયંકર સ્થિતિમાં ફેરફાર કરવાની, અને ચલણને સુધારવાની. જરૂર હતી. પણ લિવરૃલના સહકારીઓ માટે આ કામ ઘણું ભયંકર હતું, કારણ કે તેમનામાં એવી વિલક્ષણ શક્તિ જરા પણ નહતી. પરિણામે દેશમાં અસંતોષ ઘણો વધી ગયો.
ઈ. સ. ૧૮૧૬ના ડિસેંબરમાં સ્પા ફીડ્ઝ (Spa Fields) ઉપર લોકોની ગંજાવર મેદની જામી. હન્ટ અને બીજા વક્તાઓ ત્યાં પાર્લમેંટના સુધારા ઉપર ભાષણ કરવાના હતા. પણ લોકોને પોલિસ વચ્ચે ઝપાઝપી થતાં સુલેહને ગંભીર ભંગ થયો. માન્ચેસ્ટરમાં પણ એવી જ હકીકત બની. એ બનાવ માન્ચેસ્ટર Massacre-ખુનામરકી–અથવા Peterloo–પિટલું ખૂનરેજીના નામથી ઓળખાય છે. મંત્રીઓએ હથિયારબંધી, જાહેર સભાઓ, સ્વયંસેવકો, ને વર્તમાનપત્રો સામે જાપતાના કાયદાઓ (Six Acts) ઘડ્યા; પ્રજાના આગેવાન વક્તાઓ ઉપર કામ ચલાવ્યું તેઓ ઉલટા વધારે અળખામણા થયા. લિવપૂલે આ વખત દરમ્યાન કેટલીએક નકામી ને ખર્ચાળ જગ્યાઓ રદ કરી, કેળવણી માટે તપાસ કરાવી, પિસ્ટ ઑફિસની બેંક કાઢી, અને ચલણમાં સુધારો કર્યો. વિએનાના તહ પછી ઈગ્લેંડ સિવાય યુરોપનાં લગભગ તમામ રાજ્યોએ ઝારની સૂચના ઉપરથી Holy Alliances “પવિત્ર મૈત્રી” કરી.
હવે યુરોપીય પરિષદોમાં એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક રાજાએ પોતાની પ્રજા ઉપર ખ્રિસ્તી ધર્મનાં કાનુન મુજબ અમલ કરે, પરસ્પર બંધુભાવ વધારે, સુલેહ, ધર્મ અને ન્યાય પ્રમાણે લોકો સાથે વર્તવું, અને જરૂરને પ્રસંગે અ ન્યને મદદ કરવી. ઈગ્લેંડે આ કરારમાં સહી આપવા ના પાડી, કારણ કે ઝારની સૂચનાઓ અંગ્રેજ મુત્સદી સલુને અવ્યાવહારિક અને શૂન્ય લાગી. યુરોપનાં રાજ્યો એકત્ર થઈ કોઈ પણ રાજ્યમાં દરમ્યાન થાય એ ધરણને તે કો વિરોધી હતા અને એ વિરોધ તેણે જુદી જુદી પરિષદો સમક્ષ રજુ પણ કર્યો.
જર્મનિમાં, ફાંસમાં, પેઈનમાં, ઈટલિમાં અને દક્ષિણ અમેરિકામાં બધે ઑસ્ટ્રિઆ ને રશિઆની મદદથી, જુના પક્ષના લેક ફાવ્યા અને તેમણે ફેંચ રાજ્યક્રાંતિનાં તમામ સૂત્રને રદ કરી પિતાના વિચારને અનુકૂળ રાજ્યતંત્ર સ્થાપ્યાં. ફાંસ પણ આ રાજ્યમંડળમાં ભળ્યું.