________________
૩૩૦
દુશ્મન હતા. રશિઆના ઝાર ઍલેક્ઝાંડર શેખચલ્લી હતા અને મૅટર્નક અને ક્રાંસના વકીલ તાલેરાં (Talleyrand) એકમત થતાં ઈંગ્લંડ એકલું કાંઇ કરી શક્યું નહિ; વળી ઈંગ્લેંડનું પરદેશખાતું આ વખતે ફૅસના હાથમાં હતું અને કૅસ જુના જમાનાની પ્રથાને પક્ષપાતી હતા. યુરોપની પરિસ્થિતિ હવે આ ચાર મોટાં રાજ્યાના કબજામાં આવી. ઈંગ્લેંડનું રાજ્યતંત્ર એક પેઢી સુધી નેપોલિઅન સામે ટક્કર ઝીલી શક્યું હતું તેથી યુરેાપ અંજાઈ ગયું, તે બધે સ્થળે ઈંગ્લેંડના જેવા રાજ્યતંત્રજવાબદાર રાજ્યતંત્રની માગણીઓ હવે થવા લાગી. દરેક અગત્યના સવાલ યુરેાપનાં રાજ્યાની પરિષદામાં ચર્ચા એવી પ્રથા હવેથી ચાલુ થઈ. આવી રીતે વિએનાના કરારથી યુરોપમાં જુને યુગ ખલાસ થયો અને નવા યુગ એ. ફ્રાંસની રાજ્યક્રાંતિના સિદ્ધાંતા યુરોપના દરબારામાં નહિ તે પ્રજાએની રગેરગમાં હવે ફેલાઈ ગયા હતા અને તેથી તે સિદ્ધાંતાને નમવા સિવાય તેમને હવે છૂટકો નહોતા. જો ઈંગ્લંડનું પરદેશખાતું કૈનિંગના હાથમાં હોત તે નવાં સૂત્રેાની તેહ વહેલી થાત. પણ ઇ. સ. ૧૮૧૨થી તે ઠેઠ ઇ. સ. ૧૮૨૨ સુધી તે મંત્રિમંડળમાં નહાતા.
ત્રીજા જ્યોર્જનાં છેલ્લાં વર્ષા, ઇ. સ. ૧૮૧૫-૨૦; પલટાએલી સ્થિતિ.—નેપોલિઅન પડયા; યુરોપ કરી નિરાંતે એઠું; ઇંગ્લંડમાં પણ હવે નવા ઉત્સાહ આવ્યા. હવે અંગ્રેજ મુત્સદ્દીઓને પેાતાના દેશના રાજ્યતંત્રને, તેના પરદેશા સાથેના સંબંધને, અને ખાસ કરીને તેના હુન્નરઉદ્યોગાને નવીન ચૈતન્ય આપવાની જરૂર હતી. મહાવિગ્રહના અંત આવ્યેા હતેા તેની અસર હવે ધીમે ધીમે પ્રજાને જણાવા લાગી. લડાઈ દરમ્યાન તે વેપારની તેજી હતી; હવે તેમાં મંદી આવી. ખાધાખારાકીના ભાવા વધ્યા. લશ્કરને રજા આપવામાં આવી એટલે સિપાઇ એ બેકાર થયા, અને તે તે મજુરા સાથે રહી સુલેહના પણ ભંગ કરવા તૈયાર થયા. નવા વેપારીએ પાર્લમેંટમાં પ્રતિનિધિત્વ માગવા મંડયા અને વેપાર ઉપરના અંકુશો દૂર કરવા આગ્રહ કરવા લાગ્યા. રાષ્ટ્રીય દેવાને અને પ્રજા ઉપરના કરના મેાજાને ઘટાડવાની,
* કૅનિંગે પાતે જ એક વાર કહ્યું હતું કે: -Two years of power in 1812 would have been worth twenty years in 1822.